અફઘાનિસ્તાનથી આવેલા યુવાને કર્યો મોટો કાંડ! આ રીતે ગુજરાત ATS એ પાર પાડ્યું ઓપરેશન
ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનાં સંયુક્ત ટીમ દ્વારા દિલ્હીથી આરોપી યાસીન સાહિબની ધરપકડ કરી છે. યાસીન પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ મળી આવ્યો છે. યાસીનનું અગાઉના ડ્રગ્સ કેસમાં કનેક્શન સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અફઘાનિસ્તાનથી મેડીકલ સારવાર કરવા માટે આવેલ યુવાન ભારતના યુવાનોને ખોખલો કરતો પકડાયો છે. ગુજરાત એટીએસ એ દિલ્હી એરપોર્ટ પરથી હેરોઈન ડ્રગ્સ સાથે એક અફઘાન નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે મળી હેરોઇનનાં જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારી દિલ્લીમાં ડિલિવરી કરવાના ગુનામાં પણ સંડોવણી ખુલી છે.
ગુજરાત એટીએસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ યાસીન સાહિબ છે. ગુજરાત એટીએસ દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીથી મૂળ અફઘાની નાગરિક યાસીન સાહિબની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનાં સંયુક્ત ટીમ દ્વારા દિલ્હીથી આરોપી યાસીન સાહિબની ધરપકડ કરી છે. યાસીન પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ મળી આવ્યો છે. યાસીનનું અગાઉના ડ્રગ્સ કેસમાં કનેક્શન સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2024ના માર્ચ મહિનામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી ડ્રગ્સ વેરાવળ બંદર પર મોક્લવવા માં આવ્યું હતું. જેને એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. જેની તપાસ એટીએસ કરી રહી હતી સમગ્ર કેસમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુર્તુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાન દ્વારા હેરોઇન નો જથ્થો ઓમાન થી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો. આ હેરોઇનનો જથ્થા ની ડિલિવરી દિલ્હીમાં તિલક નગર વિસ્તારમાં એક નાઇજિરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને આપવામાં આવ્યો હતો. જેમાં નવ જેટલા આરોપીઓ વિરુદ્ધ એટીએસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એટીએસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર મામલે એટીએસ દ્વારા મની ટ્રેલર અને ટેકનિકલ એનાલિસિસને આધારે આ કેસના સંડોવાયેલા વધુ એક વ્યક્તિની ઓળખ સામે આવી હતી. જેમાં આ ડ્રગ્સ કાર્ટેલમાં એક અફઘાની નાગરિક સામે હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને માહિતીનાં આધારે દિલ્હીથી યાસિન સાહિબની ધરપકડ કરી છે.
એટીએસ દ્વારા યાસીન સાહિબની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે યાસીન સાહિબ અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદ નો રહેવાસી છે. આરોપી મોહમ્મદ યાસીન વર્ષ 2017 માં મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝાના આધારે આવેલા આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટર નું કામ કરતો હતો.યાસીન સાહિબ ના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે.
યાસીન સાહિબે તિલકનગર દિલ્હી ખાતેથી આઠ નવ મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિકો પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદ્યું હતું અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું તે નાઇજીરિયન આરોપીના કહેવા થી કોઈ ને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
હાલ તો એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં યાસીન સાહિબની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સમાં યાસીનની કઈ પ્રમાણે ની ભૂમિકા હતી. આ ઉપરાંત તે મેડિકલ વિઝા ઉપર ભારત આવ્યો હતો તો તે અન્ય કઈ કઈ હોસ્પિટલમાં સારવાર કરાવી છે અને કઈ કઈ સ્થળ રોકાયો છે અને તેના સંપર્કમાં કોણ કોણ છે તે અંગે તપાસ શરુ કરવા માં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે