PM મોદીનું મિશન ગ્લોબલ ગુજરાત, આટલા વિદેશી નેતાને ગુજરાત તેડી લાવ્યા છે, હવે આ નેતાનો વારો
PM Modi In Gujarat : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ 8મી માર્ચે મોડી સાંજે આવશે ગુજરાત...... પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર કરી શકે છે સ્વાગત.... ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં બન્ને નેતાઓ કોમેન્ટરી કરે તેવી શક્યતા...
PM Modi In Gujarat બ્રિજેશ દોશી/ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટોની અલ્બેનીઝ પણ આવશે. બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે. ત્યારે બે દેશોના પીએમ વચ્ચેના આ ખાસ મુલાકાતને લઈને ખાસ માહિતી સામે આવી છે.
8 માર્ચે મોડી સાંજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે. તેઓ ઓસ્ટ્રેલિયાથી સીધા જ અમદાવાદ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પીએમ એન્થોની અલ્બેનિસનો આ પહેલો ભારત પ્રવાસ છે. જ્યાં પીએમ મોદી તેમનું એરપોર્ટ પર સ્વાગત કરે તેવી શક્યતા છે. પીએમ મોદી પણ 8 માર્ચે ગુજરાત પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને નેતાઓ સાથે મેચ જોવા પહોંચશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. બંને પીએમ આ મેચ દરમિયાન કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા રહેલી છે. કાર્યક્રમને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેથી તેમની વધુ માહિતી સામે આવશે.
આ પણ વાંચો :
ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા ભણવા જવુ નહિ પડે, અહી ખુલશે ઓસ્ટ્રેલિયન યુનિ.નું કેમ્પસ
2014 બાદ કયા વિદેશ મહાનુભવો ગુજરાત આવ્યા
શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ (17 થી 19 સપ્ટેમ્બર 2014)
ડોનાલ્ડ રબીંદ્રનાથ રામોતાર, ગુયાનાના તત્કાલિન રાષ્ટ્રપતિ (7 થી 12 જાન્યુઆરી 2015)
શેરિંગ તોબગે, ભૂટાનના તત્કાલિન પીએમ (10 થી 18 જાન્યુઆરી 2015)
ફિલિપ જેસિન્ટો ન્યૂસી, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ (4 થી 8 ઓગસ્ટ 2015)
શિંઝો આબે, જાપાનના તત્કાલિન પીએમ અને વર્તમાન રાષ્ટ્રપતિ (11 થી 13 ડિસેમ્બર 2015)
કે પી શર્મા ઓલી, નેપાળના તત્કાલિન પીએમ (19 થી 24 ફેબ્રુઆરી 2016)
સર્બિયાના પ્રધાનમંત્રી એલેક્ઝાંડર વુવિક
એન્ટોનિયો કોસ્ટા, પોર્ટુગલના પીએમ (સાત થી 13 જાન્યુઆરી 2017)
બિદ્યા દેવી ભંડારી, નેપાળના રાષ્ટ્રપતિ (17 થી 21 એપ્રિલ 2017)
પીએમ શિંઝો આબે, જાપાનના તત્કાલિન પીએમ અને વર્તમાન રાષ્ટ્રપતિ (13 અને 14 ડિસેમ્બર 2017)
બેન્જામિન નેતાન્યાહુ, ઈઝરાયેલના તત્કાલિન પીએમ (14 થી 19 જાન્યુઆરી 2018)
ડૈની એન્ટોઈન રોલેન, સેશેલ્સના રાષ્ટ્રપતિ (22 થી 27 જૂન, 2018)
જસ્ટિન ટ્રુડો, કેનેડાના પીએમ (17 થી 24 ફેબ્રુઆરી 2018)
ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના તત્કાલિના રાષ્ટ્રપતિ (24 અને 25 ફેબ્રુઆરી 2020)
2022માં મોરિશિયસ ના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ
એપ્રિલ 2022માં બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન
હવે માર્ચ 2023 માં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ
આ પહેલી વાર નથી કે વૈશ્વિક નેતાઓ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાત પણ આવી રહ્યા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન આ પહેલા અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો ગુજરાત આવી ચુક્યા છે. ગુજરાતને ગ્લોબલ બનાવવાનો પીએમ મોદીનો પ્રયાસ છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો પીએમ મોદીના વતન ગુજરાત આવી ચુક્યા છે.
આ પણ વાંચો :
100 મેં સે અસ્સી બેઈમાન જેવી ગુજરાતના બ્રિજની હાલત, ઢગલાબંધ બ્રિજને સમારકામની જરૂર