કેવી રીતે યોજાય છે ગિરનારની લીલી પરિક્રમા; જતાં પહેલાં જાણી લેજો, આ વર્ષે કેવી છે તૈયારીઓ!
જૂનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં યોજાઈ છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. આગામી 12 તારીખથી 15 તારીખ સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છે.
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢના ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભાવિકો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તંત્ર દ્વારા પણ રોડ રસ્તા, પીવાનું પાણી અને લાઈટો તેમજ આરોગ્ય માટે હંગામી દવાખાના ખોલાશે. સાધુ સંતોએ ધુણા પેટાવી ભક્તિમાં લીન બન્યા છે.
ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને..
જૂનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં યોજાઈ છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. આગામી 12 તારીખથી 15 તારીખ સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છે ત્યારે, તંત્ર દ્વારા રોડ રસ્તા પીવાના પાણી, ટોયલેટ તેમજ હંગામી દવાખાના ભાવિક ભક્તો માટે ખોલાસે, ગિરનાર પરિક્રમામાં 36 કિલોમોટરના રૂટ પર વિવિધ અન્નક્ષેત્રો ખુલ્યા છે,આ અન્નક્ષેત્રોમાં શાકભાજી થી લઈને અનાજ કરીયાણું પહોંચી ગયું છે, સાધુ સંતો ધુણા ધખાવી ભક્તિમાં લીન બન્યા છે, ગિરનાર પરિક્રમા દરમ્યાન સાધુ સંતો મોટી સંખ્યામાં આવે છે, અહીં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધે છે.
BIG BREAKING: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત, એક સાથે 32 ઘાયલ
પરિક્રમા દરમ્યાન જીના બાવાની મઢી ખાતે પહેલો પડાવ હોઈ છે, જીણા બાવાના ઇતિહાસ વિશે એક સંતે જણાવ્યું કે જીણા બાવા હયાત હતા ત્યારે કોઈએ પૂછ્યું કે તમારું નામ જીણા કેમ રાખ્યું તો જીણા બાવા એ ચલમમાં પોતાનું નાનું સ્વરૂપ બતાવી સૌને દર્શન આપ્યા હતા, આ પરિક્રમા દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે દેશ તેમજ રાજ્ય ભરમાંથી આવે છે, હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી 12 તારીખે કારતક વદ અગિયારસના દિવસે પરિક્રમા શરૂ થશે જે 15 તારીખ સુધી ચાલશે હાલ ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, તો પરિક્રમા રૂટ પર વન વિભાગ તેમજ વિવિધ અન્નક્ષેત્રો અને ઉતારા વિભાગ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદ થી લઈને તમામ વ્યવસ્થાઓ ની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે.
રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમસાણ! મામા સામે પડેલા ભાણેજનું...
એક પણ રૂપિયા લીધા વગર દર વર્ષે અન્નક્ષેત્રો ધમધમે છે જે મહાશિવરાત્રીનો મેળો હોઈ કે પરિક્રમામાં વિવિધ સંસ્થાઓ ભાવિકો માટે પૂરતી સેવા કરી ધન્યતા અનુભવે છે,પરંપરા પ્રમાણે ગિરનારની લીલી પરિક્રમા ચાલી આવે છે અને જેમાં લાખો ભાવિકો જોડાઈ છે, કહેવાય છે કે દેવ ઉઠી અગિયારસ ના દિવસે તમામ દેવતાઓ ગિરનારમાં જાગે છે. આ દરમ્યાન તેમની પરિક્રમા કરીએ તો મોટું પુણ્ય મળે તેવી લોકવાયકા પણ રહેલી છે, હાથમાં લાકડી અને પગપાળા જતા ભક્તોમાં વડીલ વૃધ્ધો, યુવાનો, તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ. આમ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં આ પરિક્રમા દર વર્ષે વર્ષોથી યોજાતી આવે છે. જેમાં ભાવિકોનો ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.
ફરી ગુજરાતના ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા ખુશખબર; જાણી લેજો તો ફાયદામાં રહેશો!