રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમાસાણ! મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ
નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે. ફોર્મ ચકાસણીના અંતે મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે જોવા મળ્યું. મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં જિલ્લા કલેક્ટરે 41 નામોની યાદી જાહેર કરી છે. જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયાર અને મિહિર મણિયારનું નામ યાદીમાં નથી. કુલ 46 ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારોના વાંધાઓ યથાવત રહ્યા. પૂર્વ ચેરમેન કલ્પક મણીયાર અને તેના ભાઈ મિહિર મણીયાર, હિમાંશુ ચિન્મય અને નિમેષ કેસરીયા સહિતના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ થયા છે. સંસ્કાર પેનલના હવે 11 ઉમેદવારોના જ ફોર્મ માન્ય રહ્યા.
ઉલ્લેખનીય છે કે નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે. ફોર્મ ચકાસણીના અંતે મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે જોવા મળ્યું. મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને સંઘ સાથે જોડાયેલા જ બે જૂથ આમને સામને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકના વર્તમાન ચેરમેન મામા જ્યોતીન્દ્ર મહેતા સામે RSSના સ્વ. અરવિંદ મણીઆરના પુત્ર અને જ્યોતીન્દ્ર મહેતાના ભાણેજ કલ્પક મણીઆરે કરોડો રૂપિયાના કૌભાંડોના આરોપો લગાવ્યા હતા. ચૂંટણી ન થાય અને ઘીના ઠામમાં ઘી પડે તે માટે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પૂર્વ ચેરમેન કલ્પક મણીઆર સાથે બેઠક પણ કરી હતી, પરંતુ આ બેઠકમાં સમાધાન માટેના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા. એટલે આ ચૂંટણી પર સૌ કોઇની મીટ મંડાઈ હતી.
શુક્રવારે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. જેમાં સહકાર પેનલ સામે સંસ્કાર પેનલના કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સંસ્કાર પેનલમાં રાજકોટમાંથી 13 ઉમેદવારો 1 મહિલા અનામત ઉમેદવાર અને કલ્પક મણીઆરે ઉમેદવારી નોંધાવતા કુલ 15 ઉમેદવારોના ફોર્મ રજૂ થયા હતા.
આગામી 17 નવેમ્બરના રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ વર્સીસ ભાજપ જ નહીં મામા-ભાણેજ વચ્ચે ચૂંટણી જંગ પર બધાની નજર હતી. પરંતુ મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું છે. કલ્પક મણીઆરે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી લોકોને ફરીથી બેંકની મુખ્યધારામાં ન લઈ આવે એવા મારો પ્રયાસો છે. નાગરિક બેંકની જૂનાગઢ અને મુંબઈની કાલબાદેવી બ્રાન્ચમાં અંદાજીત 30 કરોડનું કોભાંડ આચરવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે