Traffic Rules : ગુજરાત પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પર આકરા પગલા લઈ રહી છે. હવે તો સીસીટીવી કેમેરાની બાજ નજરમાં નિયમો તોડનારા કેદ થઈ જાય છે, એટલું સીધું ઈ-ચલાણ ઘરે આવી જાય. પરંતું કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે, નિયમોનો ભંગ ન કર્યો હોય છતાં ઈ-મેમો ઘરે પહોંચી જાય છે. આવામાં ખોટો ઈ-મેમો આવી જાય તો શું કરવાનું. તેનો પણ  ઉપાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ખોટી રીતે આવી જતા ઈ-ચલાણ પર શું કરવું તેનું સોલ્યુશન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવેલા ઇ-ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે. સાથે જ પોલીસે જણાવ્યું કે, Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો. ટેકનિકલ અથવા માનવીય ભૂલને લીધે મળતાં ખોટા ઈ-ચલણથી રાહત મળી શકે છે. 


ગુજરાતના આ 25 જિલ્લામાં પાણી પીતા પહેલા સો વાર વિચારજો, પાણીમાં ફેલાયું છે ઝેર!


 


ગુજરાતના સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના, બે સગીરોના કપડા કાઢી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય