ગુજરાતના આ 25 જિલ્લામાં પાણી પીતા પહેલા સો વાર વિચારજો, પાણીમાં ફેલાયું છે ઝેર!
Gujarat Water Crises : ગુજરાતના આ 25 જિલ્લામાં એક ગ્લાસ પાણી પીશો તો પણ બીમાર પડશો, કારણ કે, અહીંના પામીમાં માનવ સ્વાસ્થય માટે જોખમી એવું ફ્લોરાઈડ તત્વ મળી આવ્યું છે... ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે
Trending Photos
Drinking Water Harmful : ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી કબજિયાત, તરસ ન છીપવી અને પેટમાં ગેસ થાય છે. જો તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે પાણીમાં ફ્લોરાઈડની માત્રા ખૂબ વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફ્લોરોસિસ થવાની સંભાવના વધુ હોય છે. કારણ કે ઘણા ગામડાઓમાં લોકો હેન્ડપંપ અને કુવાઓનું પાણી પીવે છે. આ પાણી ફિલ્ટર થતું નથી. ફ્લોરાઈડવાળું પાણી માનવ સ્વાસ્થય માટે અતિજોખમી છે. ત્યારે ગુજરાતના એક-બે નહિ, કુલ 25 જિલ્લામાં આવુ પાણી આવે છે, અને લોકો આવું પાણી પીએ છે. ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાાઓમાં થઈ રહ્યો છે. લોકો મનફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યાં છે. પરંતું એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરી દેશે. કારણ કે, ગુજરાતમાં ભૂગર્ભજળ હવે પીવાલાયક રહ્યું નથી. કેન્દ્રીય જળશક્તિ વિભાગે એક ખુલાસો કર્યો છે કે, ગુજરાતના 25 જિલ્લાઓના ભૂગર્ભ જળમાં હાનિકારક ફ્લોઈરાઈડની માત્રા છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ગુજરાતમાં 632 પાણીના સેમ્પલ લીધા હતા, જેમાંથી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા વધુ જોવા મળી છે. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ આ રિપોર્ટ રજૂ કર્ય હતો. જેમાં જણાવાયું કે, ગુજરાતના 25 જિલ્લા એવા છે, જેના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. આ પાણી માનવજીવન માટે અતિશય જોખમી છે.
ફ્લોઈરાઈડવાળું પાણી પીવાથી શું થાય
ફ્લોરાઈડને કારણે સાંધા-હાડકા, દાંત, ચામડી ઉપરાંત પેટના રોગીઓ વધ્યા છે. સગર્ભા માટે પણ ભૂગર્ભ જળ નુકસાનકારક છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોએ આ રોગ વિશે જાગૃત રહેવું જોઈએ. લોકોને સલાહ આપવામાં આવે છે કે જો તેમના દાંત કોઈ કારણ વગર પીળા થઈ રહ્યા છે. જો કબજિયાતની ફરિયાદ હોય અથવા હાડકાંમાં દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ લો અને ફ્લોરોસિસ ટેસ્ટ કરાવો.
કયા 25 જિલ્લાના પાણીમાં ફ્લોરાઈડ છે
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા
આ બીજો રિપોર્ટ પણ ચોંકાવનારો છે
લોકસભામાં રજૂ કરાયેલાં તાજેતરનાં ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાનાં મુદ્દાઓને ઉજાગર કર્યા છે, જેમાં 33 માંથી 28 જિલ્લાઓમાં ભુગર્ભજળ ખારાશથી પ્રભાવિત છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં 2022-23 ના અહેવાલ પર આધારિત ડેટા દર્શાવે છે કે 30 જિલ્લાઓના ભૂગર્ભજળમાં ઉચ્ચ ફ્લોરાઈડનું સ્તર છે. જ્યારે 32 જીલ્લામાં ભયજનક ઉચ્ચ નાઈટ્રેટ રહેલીં છે. ગુજરાત છ ભારતીય રાજ્યોમાં સ્થાન ધરાવે છે જ્યાં 75 ટકા થી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારનાં ભુગર્ભજળ દૂષણથી એટલે કે ખારાશ, ફ્લોરાઈડ અને નાઈટ્રેટથી પ્રભાવિત છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, લેવામાં આવેલાં નમૂનાઓમાં, 50 ટકામાં ખારાશનું પ્રમાણ વધુ, 18 ટકામાં ખૂબ જ વધારે અને 7 ટકામાં ખુબ જ ઉચ્ચ પ્રમાણ હતું. રાજ્યનો જળ ગુણવત્તા સૂચકાંક મુજબ માત્ર 11 ટકા પાણીનાં નમૂનાઓને "ઉત્તમ" અને 43 ટકાને "સારા" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે