ઝી બ્યુરો/ગાંધીનગર: ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી


મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, ૧.૬૬ લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા ૧.૫૪ કરોડ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ કરાયું છે.


ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?


આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨.૪૬ કરોડ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે. 


નવા-જૂના ફ્લેટ વચ્ચે હોય છે આસમાન-જમીનનું અંતર! જાણો હોશિયાર લોકો ખરીદે છે કેવુ મકાન