નવા અને જૂના ફ્લેટ વચ્ચે હોય છે આસમાન-જમીનનું અંતર! જાણો હોશિયાર લોકો ખરીદે છે કેવું મકાન

New vs Old Home: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મકાનોના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સામાન્ય માણસ માટે હવે પોતાના સ્વપ્નનું ઘર ખરીદવું મોંઘું બની રહ્યું છે. ત્યારે તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મોટા શહેરોની સાથે સાથે નાના નગરોમાં પણ હવે મકાનો અને પ્લોટ ખૂબ મોંઘા થઈ ગયા છે. 

1/6
image

ઘર અથવા ફ્લેટ ખરીદવો એ દરેક વ્યક્તિ માટે જીવનનો એક મોટો નિર્ણય હોય છે. ઘર મેળવવાનું તમારું સ્વપ્ન તમારા માટે દુઃસ્વપ્ન ન બની જાય તેની ખાતરી કરવા માટે આ નિર્ણય હંમેશા ખૂબ સમજી વિચારીને લેવો જોઈએ. આજે દેશમાં નવા ફ્લેટ પણ કૂદકેને ભૂસકે બની રહ્યા છે અને જૂના ફ્લેટ પણ ઉંચા ભાવે વેચાઈ રહ્યા છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કયો ફ્લેટ ખરીદવો જોઈએ? નવો કે જૂનો?

2/6
image

પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતો જણાવે છે કે નવો કે જૂનો ફ્લેટ ખરીદવો તે વ્યક્તિની આર્થિક સ્થિતિ, જરૂરિયાત, વપરાશ અને પ્રોપર્ટીના લોકેશન પર નિર્ભર રાખે છે. એક વ્યક્તિ માટે નવું મકાન ખરીદવું યોગ્ય હોઈ શકે છે, જ્યારે બીજા માટે જૂનું પણ ફાયદાકારક હોઈ શકે છે. ફ્લેટ નવો હોય કે જૂનો એક વાત સમજી લો કે બંનેના કેટલાક ગુણ અને કેટલાક ગેરફાયદા પણ હશે.

કોણે લેવું જોઈએ નવું ઘર?

3/6
image

રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રહેવા માટે ઘર ખરીદતી હોય તો તેણે નવો ફ્લેટ જ ખરીદવો જોઈએ. નવા મકાનમાં આજની જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓથી સરભર હોય છે. દરેક ચીજ નવી હોવાથી ઘર ખરીદનારને કેટલાક વર્ષ સુધી તો મેન્ટેનેન્સના ખર્ચ પર ધ્યાન જ આપવું પડશે નહીં. તેથી નવો ફ્લેટ ખરીદો.

4/6
image

પરંતુ હા...એ વાત સાચી છે કે તમારે જૂના ફ્લેટ કરતાં નવા ફ્લેટ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. સામાન્ય રીતે નવી મિલકતો અર્ધ-વિકસિત વિસ્તારોમાં હોય છે. તેનો સંપૂર્ણ વિકાસ થવામાં 4થી 5 વર્ષનો સમય લાગી શકે છે. ઉદાહરણ તરીકે, બજારો, હોસ્પિટલો વગેરે ત્યાંથી દૂર હોઈ શકે છે અને રસ્તાઓ વગેરે પણ સંપૂર્ણ રીતે બંધાયેલા હોતા નથી.

કઈ સ્થિતિમાં લેવું જોઈએ જુનું ઘર

5/6
image

જૂનો ફ્લેટ લેવો તે લોકો માટે યોગ્ય છે, જે રેન્ટલ ઈન્કમ અથવા તો પછી રોકાણ માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે. આવા લોકો યોગ્ય તપાસ કર્યા પછી જૂનો ફ્લેટ ખરીદી શકે છે. હા, જો તમારું બજેટ ઓછું છે અને તમે નવો ફ્લેટ ખરીદવાની સ્થિતિમાં નથી, તો તમે સારી જગ્યાએ એક જૂનો ફ્લેટ ખરીદી શકો છો જેમાં સારી બાંધકામ ગુણવત્તા હોય અને સારી સ્થિતિમાં હોય. આનો ફાયદો એ થશે કે જો તમે ભવિષ્યમાં ફ્લેટ વેચવા માંગતા હોવ તો તમને કોઈ સમસ્યા નહીં થાય.

6/6
image

જૂનો ફ્લેટ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. ખાતરી કરો કે તમે જે ફ્લેટ ખરીદવા જઈ રહ્યા છો તેના પર કોઈ કાયદાકીય સમસ્યા તો નથી. ફ્લેટની નોંધણી હંમેશા તે મિલકતના માલિક દ્વારા જ કરાવવી જોઈએ. તમે જે પ્રોજેક્ટમાં રિસેલ માટે ફ્લેટ ખરીદી રહ્યા છો, તેમાં તમામ મંજૂરીઓ મળી છે કે કેમ તે શોધો. સાથે તમારે પછીથી સમસ્યાનો સામનો કરવો નહીં પડે. એ પણ જાણો કે તમે જે ફ્લેટ લઈ રહ્યા છો તેના પર રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અથવા સરકાર પાસે કોઈ લેણું ન હોવું જોઈએ.