12th Science Result : બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આવતી કાલે સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 9 ના ટકોરે જાહેર થશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(sent Number) ભરીને મેળવી શકશે. 


ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતાને મળશે મોટી રાહત



આ વોટ્સએપ નંબરથી મેળવો પરિણામ
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. 


બનાસ ડેરીમાંથી શંકર ચૌધરીની અલવિદા નક્કી કે પછી જીવતદાન, ઓફિસ ઓફ પ્રોફિટ નડશે


આ બાબતની પણ નોંધ લેજો 
પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ આ બાબતોએ નોંધ લેવી એમ એક સરકારી પરિપત્ર જાહેર થયો છે.


રાજકોટના વેશ ઝાઝા : એક સમયે ખીલીના મશીન બનતાં, આજે ટેન્ક-પ્લેન, રોકેટ્સના પાર્ટ બને