રવિ અગ્રવાલ/વડોદરા :કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકનો કાયદો બનાવ્યો હોવા છતાં પણ ટ્રિપલ તલાક (Tripple Talaq) ના મામલાઓ અટકી નથી રહ્યાં. વડોદરામાં રહેતી મુસ્લિમ મહિલાને તેના પતિએ ફોન પર જ ત્રણ વખત તલાક કહી તલાક આપી દેતા મહિલાએ જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.


Tatkal Ticket બૂક કરાવવા ગાંઠ વાળીને યાદ રાખો આ વાત, ફટાફટ થઈ જશે બૂક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ જાવેદ પાર્કમાં રહેતી નઝરીન શેખના નિકાહ 2008માં ઝારખંડમાં રહેતા ઇસ્તેખાર શેખ સાથે થયા હતા. નિકાહ સમયે નઝરીનના પિતાએ 15 તોલા વજનના દાગીના, રોકડા 5 લાખ ઉપરાંત ભેટ સોગાદો આપ્યા હતા. શરૂઆતમાં બંને પતિ પત્નીનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું. પરંતુ બાદમાં નઝરીનનો પતિ ઇસ્તેખાર કતાર દેશમાં કામ માટે ગયો હતો. કતારથી આવ્યા બાદ પતિ ઇસ્તેખાર અને તેના માતા પિતાએ નઝરીનને દહેજ માટે હેરાન કરવાનું શરૂ કર્યું. જેથી નઝરીન ઝારખંડથી તેના પિતાના ઘરે તાંદલજા રહેવા આવી ગઈ. જ્યાં પતિ ઇસ્તેખારને ફોન કરતા ઇસ્તેખારએ નઝરીનને ફોન પર જ ત્રણ વખત તલાક કહી છૂટાછેડા આપી દીધા. જેથી નઝરીને જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....


વડોદરામાં ટ્રિપલ તલાક નો પહેલો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે મુસ્લિમ મહિલા અધિકાર રક્ષણ 2018ની કલમ 3 અને 4 મુજબ ગુનો દાખલ કર્યો છે. સાથે જ દહેજ માંગવા બદલ સ્ત્રી અત્યાચાર અને દહેજની પણ કલમો લગાવી છે. પોલીસે આરોપી પતિ ઇસ્તેખાર શેખ, સસરા ઈમામુલ હક, સાસુ શહર બાનુ સામે ફરિયાદ નોધી છે. મહત્વની વાત છે ટ્રિપલ તલાકની કલમ બિન જામીનપાત્ર ગુનો છે, ત્યારે પોલીસે આરોપી પતિ સહિતના આરોપીઓને શોધવા માટે ઝારખંડ સુધી તપાસ લંબાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક