રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છમાંથી ફરી એકવાર કોકેઈન મામલે વધુ એક ઘટના સામે આવી છે. ડીઆરઆઈએ રૂ.10.4 કરોડથી વધુની કિંમતનું 1.04 કિલો કોકેન જપ્ત કર્યું છે. દેશમાં ડ્રગના જોખમ સામેની લડાઈ ચાલુ રાખીને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયાર રહેજો! આ વિસ્તારોમાં આવી રહી છે મેઘરાજાની શાનદાર સવારી! શરૂ થશે ચોથો રાઉન્ડ


ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. 


ખુશખબર: ગુજરાતમાં હવે ડૉક્ટરી ભણતર થયું સસ્તું! GMERSએ ઘટાડવી પડી ફી


તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. જે નમૂનો શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં પેકેટમાં કોકેઈનની હાજરીની પુષ્ટિ થઈ હતી.