મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશખબર; ગુજરાતમાં હવે ડૉક્ટરી ભણતર સસ્તું થયું! GMERSએ ઘટાડવી પડી ફી
વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો છે. સરકારી ક્વોટામાં 66.66 ટકાનો વધારો કરાયો હતો.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. GMERS મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચાયો છે. જી હા...વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો છે. સરકારી ક્વોટામાં 66.66 ટકાનો વધારો કરાયો હતો. તમને જણાવી દઈએ કે, 13 GMERS કોલેજની 2100 બેઠક પર વધારો કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા 13 GMERS કોલેજોમાં ચાલતા ડૉક્ટરી અભ્યાસક્રમમાં વર્ષ 2023-24 માં અસહ્ય ફી વધારો કરાયો હતો. જે મામલે વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા આજે સરકાર દ્વારા મેડીકલનાં અભ્યાસક્રમમાં કરાયેલ ફી વધારો પાછો ખેંચ્યો છે.
જે મામલે ધારાસભ્યો તેમજ વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે ફી વધારો પરત ખેંચાતા વાલીઓને સૌથી મોટી રાહત થવા પામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે