અમિત રાજપુત/ અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરના ડી કેબિનમાં ટાંકી ઉતારતા સમયે વિશાળ ટાંકી આયોજન કરતા અલગ રીતે નમી પડી. દરમ્યાન તૂટેલી ટાંકી પાસે આવેલા ઘર પર પડતા બે મકાનો અને આસપાસનાં વાહનોને નુકસાન થયું છે. આ ઘટનામાં કોઇને ઇજા ન થતા સદનસીબે મોટી જાનહાની થતા રહી ગઇ છે. ઉલ્લેખનીય છેકે બંસીધર સોસાયટીમાં ઓવરહેડ ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ ઘટના બની.પહેલા બોપલ અને તે બાદ ઘાટલોડીયામાં પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકી તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા કે પછી હાઉસીંગ બોર્ડ દ્વારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી જર્જરીત ટાંકીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે ટ્રાફીકનુ નિરીક્ષણ


Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં


 


અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શહેરના ગોતામાં ટાંકી ઉતારતા સમયે વિશાળ ટાંકી આયોજન કરતા અલગ રીતે નમી પડી હતી. દરમ્યાન તૂટેલી ટાંકી પાસે આવેલા ઘરની કમ્પાઉન્ડ વોલ પર પડતા બે મકાનો અને 2 બાઇકને સામાન્ય નુકશાન થયુ હતું. જો કે તે ઘટનામાં પણ કોઇ પણ જાનહાની થઇ નહોતી. જેથી તંત્રને હાશકારો થયો હતો.  ઉલ્લેખનીય છેકે વસંતનગર હાઉસીંગ બોર્ડ વસાહતમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ઓવરહેડ ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ ઘટના બની.પહેલા બોપલ અને તે બાદ ઘાટલોડીયામાં પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકી તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા કે પછી હાઉસીંગ બોર્ડ દ્વારા પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી જર્જરીત ટાંકીઓ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube