મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના ઇસનપુર માંથી માનવ તસ્કરીનું કૌભાંડ ઝોન 6 પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. ઇસનપુર માંથી દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી પરત આવતા સમગ્ર મામલો સામે આવ્યો .જે કેસમા પોલીસે મહિલા તસ્કરી કરનાર માયા નામની યુવતીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા પીડિતાનું અપહરણ થયું હતું. જે મામલે તપાસ કરી રહી પોલીસને યુવતી પરત આવતા મોટી સફળતા મળી છે. માયા નામની માહિલા આરોપી દ્વારા આ માનવ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે મામલે પોલીસે માયા ની ધરપકડ કરી છે. પ્રકાશ મરાઠી સાથે મળી સગીરાઓની બહેનની ઓળખ આપી માયા લગ્ન કારવતી હતી. મહિલા આરોપી માયા મૂળ વટવા વિસ્તારની રહેવાશી છે. દોઢ વર્ષ પહેલા સગીરા અંબાજી મંદિરએ દર્શન કરવા જતી હતી. તે સમેય માયાએ રીક્ષામા અપહરણ કરાવ્યુ હતું અને તેને અલગ અલગ સ્થળો પર લઈ જઈ નશાનું સેવન કરાવતી હતી. પીડિતાના કહેવા મુજબ જે જગયા પર માયા તેને રાખતી હતી ત્યાં અન્ય 3 યુવતીઓ પણ હતી.


અમદાવાદ: CBI અધિકારીની ઓળખ આપી ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો


આ તમામ યુવતીઓનું મોટી બહેનની ઓળખ આપી માયા તેમના લગ્ન કરાવતી અને સામેના યુવક પાસેથી રૂપિયા પડાવતી. પીડિતાના પહેલા ડાકોર ,ત્યાર બાદ ખેડા અને ભાવનગરમાં લગ્ન કારવાયા હતા. લગ્નના થોડા દિવસો બાદ યુવતીઓને માયા પોતાના ઘરે બોલાવી લેતી અને અન્ય જગ્યાએ યુવતીઓના લગ્ન કરી સોદા કરતી હતી. માયાની સાથે પ્રકાશ મરાઠી પણ આ તસ્કરીમાં જોડાયેલો હતો.


વડોદરા: ફતેપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો, મહિલા ઇજાગ્રસ્ત


આરોપી મહિલા માયા ના પ્રકાશ મરાઠી સાથે અનૈતિક સબંધ હતા. પ્રકાશ અને માયા સગીરાઓના અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતા. તો વર્ષ 2014માં કાગડાપીઠ વિસ્તારમાંથી ટ્યુશને જતી સગીરાની પણ માયા દ્વારા તસ્કરી કરી હોવાની પોલીસને શંકા છે. હાલ તો માયાના 4 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે ફરાર આરોપી પ્રકાશ મરાઠીની શોધખોળ હાથ ધરી છે. માનવામાં આવે છે કે, અન્ય આરોપી ધરપકડથી તસ્કરીનાં આખાય રેકેટનો પર્દાફાશ થઇ શકે છે.