રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ: વાહન ચાલકો પાસેથી હેલ્મેટનો દંડ વસુલવાને બદલે...
આપણા દેશમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાઇવે પર બાઈક ચલાવું હોય તો હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત છે.
દિવ્યેશ જોશી/રાજકોટ: વાહન ચાલક જ્યારે નિયમોનો ઉલાળીયો કરે ત્યારે ટ્રાફિક પોલીસ તેના પાસેથી દંડ વસૂલી કાયદાનું ભાન કરાવે છે. ત્યારે લોકો ટ્રાફિક પોલીસ માટે કટાક્ષ કરતાં હોય છે પરંતુ રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યું હતો.
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, યુવાનોને હવે ઘર આંગણે મળી રહેશે રોજગોરી
હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળનારાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળ્યા તે બદલ 500રૂપિયા દંડ અથવા 500 રૂપિયામાં નવો હેલ્મેટ મળે છે નક્કી તમારે કરવું છે કે દંડ ભરવો કે હેલ્મેટ ખરીદવો અને ટ્રાફિક પોલીસના આ અભિગમને તમામ વાહન ચાલકોએ આવકાર્યો હતો અને અંદાજે ૨૦૦થી વધુ બાઈક ચાલકોને રોકવામાં આવ્યા હતા તે તમામ બાઈક ચાલકોએ હેલ્મેટ ખરીદ્યો હતો.
BREAKING: ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટી ખુશખબર, શિક્ષણ મંત્રીએ કરી આ જાહેરાત
આપણા દેશમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાઇવે પર બાઈક ચલાવું હોય તો હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત છે પરંતુ કેટલાય બાઈક ચાલકો આ નિયમનો ઉલાળીયો કરી હેલ્મેટ વિના બાઈક ચલાવતા હોય છે ત્યારે હેલ્મેટ વિના બાઈક ચલાવનાર લોકોની સુરક્ષા અને સેફટી તેમજ તેમાં જાગૃતતા આવે તે હેતુથી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ગોંડલ હાઇવે ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હેલ્મેટ વિના બાઈક ચલાવનાર તમામને અટકાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર બનશે આ ઘટના
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની અનોખી ડ્રાઇવ યોજાઈ હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકને પહેલા હેલ્મેટ ખરીદવાનો આગ્રહ કરવામાં આવતો હતો.. ત્યારબાદ હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ તેમના ફાયદાઓ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને સમજાવવામાં આવ્યા હતા. જો આમ છતાં વાહન ચાલક હેલ્મેટ લેવાથી ઇન્કાર કરે અને પોતે હેલ્મેટ પહેરવા તૈયાર જ ન હોય તો તેમની પાસેથી દંડ વસૂલાયો હતો. ઝી ૨૪કલાક સાથેની વાતચીતમાં ટ્રાફિક શાખાના એસિપીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ લોકો હેલ્મેટ પહેરે અને અકસ્માતમાં પોતાનો જીવ બચાવે તે છે. લોકો હેલ્મેટ પહેરતા થઈ જાય એટલા માટે અમે આ અનોખી ડ્રાઇવ ચલાવી રહ્યા છીએ.
ખાસ નોંધી લેજો આ તારીખ; ગુજરાતમાં આ વર્ષે મોડું શરૂ થશે ચોમાસું,જાણો સૌથી મોટી આગાહી
ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટેની જે આ અનોખી ડ્રાઈવ યોજવામાં આવી હતી તે તમામ બાઈક ચાલકોએ પણ આવકારી હતી. જેમાં બાઈક ચાલકોએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર દંડ વસૂલવાના બદલે પોલીસ હેલ્મેટ આપે છે તે ખૂબ જ સારી બાબત છે. અને અમે હેલ્મેટ વિના બાઈક ચલાવી રહ્યા છીએ તે અમારી મોટી ભૂલ છે. પરંતુ ટ્રાફિક પોલીસ દંડ ભરવાની રકમમાં જો અમને નવો હેલ્મેટ આપે છે તો તે ખૂબ જ સારી બાબત છે અત્યાર સુધી પોલીસ માત્ર દંડ જ વસૂલતી હોય છે પરંતુ આવું પ્રથમ વખત બન્યું કે દંડ ભરવાને બદલે પોલીસ નવો હેલ્મેટ ખરીદવા માટેનો આગ્રહ રખાવી રહી છે.
પ્રેમિકા ના ના કરતી હતી તો પણ પ્રેમી કરી રહ્યો હતો દબાણ, પછી પ્રેમીએ ઉઠાવ્યું આ કદમ