અમદાવાદમાં રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર બનશે આ ઘટના
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં DGP, ઈન્ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સિનિયર અધિકારીઓ જોડાયા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: પુરીને રથની જેમ જ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અનેક નવી વિશેષતા જોવા મળી શકે છે. જેમાં પ્રથમ વાર અમદાવાદમાં રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિંગ કરનાનો નિર્ણય લેવાયો છે.
રથયાત્રાના સંપુર્ણ આયોજનનુ ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સ્કીમ અને આયોજન સંદર્ભે હાલ ચર્ચા કરાઈ છે. જેના માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં DGP, ઈન્ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સિનિયર અધિકારીઓ જોડાયા હતા.
નોંધનીય છે કે, રથયાત્રા દરમિયાન રાજ્યની પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત હોય છે. ત્યારે ખાનગી એજન્સી અથવા શૈક્ષણિક સંસ્થા પાસે ડોક્યુમેન્ટેશન કરાવાશે. મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. પુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. 146મી રથયાત્રામાં ભગવાન જે નવા રથમાં બિરાજમાન થઈ નગર યાત્રા કરવાના છે તે રથનું કલર કામ શરૂ કરવામાં આવ્યું છે. પુરીના રથના જેમ જ જગન્નાથજીના નવા રથને રંગવામાં આવશે. આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પ્રે કલર રથને કરવામાં આવી રહ્યો છે. જેથી તે લાંબો સમય રહે છે અને તેની ચમક પણ વધારે જોવા મળે છે. પુરીના રથની જેમ જ ભગવાનના રથમાં ભગવાનને પ્રિય તેવો પીળો અને લાલા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણેય રથમાં વાપરવામાં આવેલા કલર એક સંદેશો આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે