વડોદરાઃ સામાન્ય રીતે ઘણીવાર લોકો પોલીસની કામગીરી અંગે ટીકા કરતા હોય છે. પરંતુ પોલીસ પણ માનવતા દાખવીને કામ કરતી હોય છે. આવી જ ઘટના વડોદરાથી સામે આવી છે. અહીં પોલીસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી. પોલીસ જવાને આ ઈજાગ્રસ્ત યુવતીને ઉંચકીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી પોલીસની આ કામગીરીને બિરદાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સુરેશભાઈ હિંગલાજીયા માનવ સેવા કરવા માટે જાણીતા છે. તેઓ જ્યારે ફરજ પર હોય છે ત્યારે મૃતદેહ ઢાંકવા માટે કફન પણ સાથે લીને ફરે છે. સુરેશભાઈ પોલીસમાં ફરજ બજાવવાની સાથે પોતાની માનવસેવા માટે પણ ખુબ જાણીતા છે. 


આખરે નરેશ પટેલે રાજકારણના ચેપ્ટર પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો રાજકીય નેતાઓએ શું કહ્યું...


ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને તત્કાલ સારવારની જરૂર હતી. પીસીઆર વાનમાં હોસ્પિટલ પહોંચાડ્યા બાદ સુરેશભાઈ યુવતીને ઉંચકીને સીધા ઇમરજન્સી વોર્ડ સુધી લઈ ગયા હતા. ત્યાં યુવતીને તત્કાલ સારવાર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસની કાર્યવાહીને બિરદાવી છે. તો લોકો પણ સુરેશભાઈની પ્રશંસા કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube