આખરે નરેશ પટેલે રાજકારણના ચેપ્ટર પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો રાજકીય નેતાઓએ શું કહ્યું...
વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહીં જોડાવું અને ખોડલધામના ચેરમેન પદ પર યથાવત રહી પાટીદાર સમાજ માટે કામ કરીશ. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આ નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને જાણો રાજકીય નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાની અટકળોનો આજે અંત આવ્યો છે. નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશને મોકૂફ રાખું છું. પાટીદાર સમાજના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય અને ખેતી પર ધ્યાન આપીશ. વડીલોની ચિંતાને ધ્યાનમાં રાખીને હાલ રાજકારણમાં નહીં જોડાવું અને ખોડલધામના ચેરમેન પદ પર યથાવત રહી પાટીદાર સમાજ માટે કામ કરીશ. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના આ નિર્ણય બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને જાણો રાજકીય નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પ્રતિક્રીયા
નરેશભાઈ પટેલ પોતે સક્ષમ વ્યક્તિત્વ છે. તેમણે તેમના સમાજ સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરીશ એવું વારંવાર કહ્યું પણ હતું. તેમણે સમાજ સાથે ચર્ચા કર્યા બાદ જે અભિપ્રાય આવ્યો હશે. તેઓ એક ધાર્મિક સંસ્થાના વડા તરીકે કામ કરે છે. તેમણે આજે નિર્ણય કર્યો છે કે, કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવવું નહીં. એમનો આ પોતાનો નિર્ણય છે.
BJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન, કહ્યું નરેશ પટેલ એક સક્ષમ વ્યક્તિત્વ છે, સંસ્થાના આગેવાન તરીકે જે નિર્ણય કર્યો તે તેમનો નિર્ણય' #NareshPatel #BJP #Gujarat #ZEE24Kalak pic.twitter.com/yWoaUWr1LV
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2022
રાજકીય વિષ્લેશક હરીભાઈ દેસાઈની પ્રતિક્રીયા
એમને કોઈએ રાજકારણમાં આવવા માટે કંકુ-ચોખા તો પાઠવ્યા નહોતા. એમણે પોતે જ મુખ્યમંત્રી થવું હતું અને હવે તે ક્યાંયના નહીં રહે, ખોડલધામનું નેતૃત્વ પણ એમની પાસે રહેશે કે કેમ એ સવાલ છે. એટલે રાજકારણમાં ન આવે એના માટેના જે પ્રયાસો થયા લોકો તરફથી. કારણ કે એમને જવું હતું કોંગ્રેસમાં. નહીં તો સોનિયા ગાંધીને મળવા શું કામ ગયા હતા. એટલે ધંધો કરવો છે તો રાજકારણથી દૂર રહેવું એ કદાચ એમના માટે વધારે સલામત હશે. એ બાબત હવે જઈને સાબિત થઈ ગઈ. મારી દ્રષ્ટિએ રાજકીય દબાણ હેઠળ જ આ નિર્ણય થયો છે. સમાજના આગેવાનો અથવા તો એમના જે ટ્રસ્ટીઓ, એમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા. જે ઘણા વખતથી પ્રયત્નો એવો કરતા હતા કે નરેશભાઈ તમે આવો તો ભાજપમાં આવો નહીં તો રાજકારણમાં તમે આવો જ નહીં. એટલે જ એ લોકોની આ રમત સફળ રહી અને નરેશભાઈની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હવે. કારણ એવું છે કે નરેશભાઈને કોંગ્રેસમાં જવું હતું. નરેશભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય સાથે મુલાકાતો કરી હતી. નરેશભાઈએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. નરેશભાઈએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નરેશભાઈએ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ આવું છે એમ એમણે ધારાસભ્યોને કહ્યું હતું. હું તમારી પાસે આવ્યો છું, પરંતુ ધોરાજીના ધારાસભ્ય જેમણે કહ્યું હતું કે, નરેશભાઈ દર વખતે તમે જે ખેલ કરવાના છો એજ કરવાના છો કે ખરેખર કોંગ્રેસમાં આવવાના છો.
પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાની પ્રતિક્રીયા
નરેશભાઈનો જે નિર્ણય છે, એમણે જે જાહેરાત કરી છે એ પ્રમાણે રાજકારણમાં કે કોઈપણ પક્ષમાં જોડાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે અને તેઓ ક્યાંય પણ જવાના નથી. સમાજના વડીલોની સૌથી વધારે જે રાય હતી, સર્વેમાં જે બાબત આવી છે અને વડીલોની પ્રાર્થના હતી અને વડીલોએ જે કહ્યું એ પ્રમાણે નરેશભાઈ આગળ વધી રહ્યા છે. હાલ ન જોડાવવું જોઇએ અને યુવાનો અને તેમની સાથેના લોકો આગળ આવે તેમની સાથે વાત કરી છે કે, પોલિટકલ એકેડમી ખોડલધામ હેઠળ આવે અને શરૂઆત થાય. એમાં દરેક સમાજના જે લોકો આગળ વધવા માંગે છે. તેમને ટ્રેનિંગ આપવાના એક સેન્ટરની પણ જાહેરાત કરી છે. તેમના નિર્ણયને અમે પણ વધાવીએ છીએ અને એમણે જે નિર્ણય જાહેર કર્યો કે હાલમાં કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવવાના નથી. સમાજની આરોગ્ય, શિક્ષણ અને ખેતી કે જે ત્રણ બાબતમાં પાટીદાર અને સાથે અન્ય સમાજ પણ જોડાયેલો છે. તે સમાજ માટે સક્રિય થશે.
એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની પ્રતિક્રીયા
વિશ્વાસ હતો નરેશભાઈ આ જ ડિસિઝન લેશે. જો હવે એમની છેલ્લા ચાર મહિનાથી વાતો ચાલતી હતી રાજકારણમાં જોડાવવાની. પણ મને જેટલા પણ મિત્રો પૂછતા હતા તા એ વખતે હું કહેતો હતો કે નરેશભાઈ રાજકારણમાં નહીં જોડાય. કારણ કે, પરિપક્વ માણસ છે અને ગુજરાતના રાજકારણને સારી રીતે નરેશભાઈ જાણે છે. એટેલ એમણે જે પ્રમાણે નિર્ણય લીધો તેને અમે આવકારીએ છીએ.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રીયા
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વિશે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, નરેશભાઈના નિર્ણયને સ્વીકારીએ છીએ. જ્યારે વાત થઈ ત્યારે નરેશ પટેલ આવે તેવું નક્કી હતું. અમારા તરફથી બધી તૈયારી હતી, પરંતુ નિર્ણય નરેશભાઈએ લેવાનો હતો. જે આજે તેમણે લીધો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે #NareshPatel ના નિર્ણય અંગે આપ્યું મોટું નિવેદન#ZEE24kalak #JagdishThakor #Congress #ZEE24Kalak pic.twitter.com/tj0iClFRO1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2022
દિનેશભાઈ બાંભણિયાની પ્રતિક્રીયા
હું રાજકારણમાં નહીં જોડાવવાના ખોડલધામના નિર્ણયને ખરેખર સ્વીકારું છું અને દિલથી અભિનંદન આપું છું. કે સમાજનું કાર્ય હોય છે એ સમાજના કાર્ય રાજકારણ કરતા મોટા અને મહત્વના હોય છે. પરંતુ આજે સારા માણસ જ્યાં સુધી રાજકારણમાં નહીં આવે ત્યાં સુધી રાજકીય અને જે પરિસ્થિતી હાલના તબક્કે ઉભી થઈ છે તે પણ ચિંતાનો વિષય છે. અમે વારંવાર નરેશભાઈને કહ્યું હતું કે, ખોડલધામ મંદિર થ્રુ, ખોડલધામ સંસ્થા થ્રુ ગુજરાતના તમામ સારા વ્યક્તિઓને પ્લેટફોર્મ મળી રહે રાજકારણમાં જવાનું. આજે નરેશભાઈ દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે, એક પોલિટકલ સેન્ટર ઉભુ કરવામાં આવશે અને તમામ સમાજના લોકોને એક પ્લેટફોર્મ પુરૂ પાડીશું. રાજકારણમાં નહીં જવાનો નિર્ણય ખુબ જ સારો અને વ્યવસ્થિત નિર્ણય છે. અનેક સમાજ અને ગુજરાતના હિતમાં નિર્ણય છે. કારણ કે, કોઈપણ એક પક્ષમાં જવાથી તે વ્યક્તિ એ જ પક્ષનો થઈ જાય છે. એટલે કે નરેશભાઈનું જે પદ છે એ રાજકારણથી ઉપર છે એવું મારું સ્પષ્ટ માનવું છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ઇશુદાન ગઢવીની પ્રતિક્રીયા
નરેશભાઈ જેવા વ્યક્તિ ખુબ જ શિક્ષણ, આરોગ્ય અને ખેતીની હંમેશા ચિંતા કરે છે. નરેશભાઈ જેવા વ્યક્તિ સમાજ સેવામાં વર્ષોથી કામ કરે છે. નરેશભાઈ જેવા વ્યક્તિને હંમેશા ચિંતા હતી કે શિક્ષણમાં સારૂ થાય, કેમ કે ભાજપે અહીંયા દાટવાળી દીધું છે ગુજરાતનું. આરોગ્યની સ્થિતિ ખુબ જ ખરાબ છે. એની ચિંતાએથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જો નરેશભાઈએ રાજકારણમાં હાલ પુરતું મોકૂફ રાખ્યું છે. તો મને લાગે છે કે, નરેશભાઈએ એમણે હિંમત કરી લેવાની જરૂર હતી. કારણ કે અત્યારે કૌરવો સામે લડવાની વાત હતી. કારણ કે, દરેક લોકો સમાજ સેવામાં તો કરે છે કામ. સમાજ સેવાથી પણ ઉપર રાજકારણથી કરી શકે છે.
નરેશ પટેલ AAP માં જોડાયા હોત તો સારું: ઈસુદાન ગઢવી#NareshPatel #AAP #PoliticalBreaking #ZEE24Kalak @isudan_gadhvi @AAPGujarat pic.twitter.com/PvHmlOEOqo
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે