જયંતિ સોલંકી/વડોદરા : હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે દેશમાં તેના સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. ત્યારે વડોદરા ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીને પૂર્ણતાને આરે છે તેવી વાતો કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના સ્ટ્રીટલાઇટના ખુલ્લા વાયરો પાલિકા તંત્રને પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્સ યુવતીને શાહિદે કહ્યું, મારે ઓપરેશન થિયેટરમાં તારૂ સ્પેશિયલ ઓપરેશન કરવું છે જો તું...


ગુજરાતમાં ૧૫મી જૂને વરસાદનું આગમન થઇ જતું હોય છે ત્યારે ચોમાસા પૂર્વે વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રોડના ડીવાઇડર તેમજ ફૂટપાથ ઉપર સ્ટ્રીટલાઇટના થાંભલાઓના વાયરો ખુલ્લા લટકી રહ્યા છે. પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી દરમિયાન વરસાદી ગટર સાફ સફાઈ, વૃક્ષ ટ્રિમિંગ, રોડરસ્તાના ખાડા, ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ પાલિકાના સ્ટ્રીટ લાઈટ શાખાની ગંભીર બેદરકારી જોવા મળી હતી.


એક સમયે મજૂરી માટે જતા હતા દુર-દુર આજે ખેતી કરીને થાય છે કરોડોની કમાણી


શહેરના સયાજીગંજ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલાઓના બોર્ડના વાયરો ખુલ્લા લટકતા જોવા મળ્યા હતા. ફૂટપાથ ઉપર આવેલી સ્ટ્રીટલાઇટના પણ વાયરો વાયરો અને main switch પણ ખુલ્લી બહાર લટકતી જોવા મળી હતી. અગાઉ બે વર્ષમાં ચોમાસા દરમિયાન કરંટ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ પામ્યા હતા. ત્યારે સ્ટ્રીટલાઇટના જે ખુલ્લા વાયરો પાલિકાના પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.


ઢોર મચાયે શોર... પાટણમાં રોડ પર બે આખલા એવા બગડ્યા કે, 10 વાહનોનો કચ્ચરધાણ કાઢી નાંખ્યો


સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલનું નિવેદન આપ્યું હતું કે, શહેરમાં પ્રિમોનસુન કામગીરી ચાલી રહી છે. વૃક્ષ ટ્રિમિંગ જેવા અન્ય કામો ચાલે છે. કેટલાક વિસ્તારોમાં ખુલ્લા વીજ વાયરો છે, તેની પણ કામગીરી કરીશું. વહેલી તકે જોખમી વીજ વાયરો સુરક્ષિત થાય તેવી કામગીરી કરવામાં આવશે તે પ્રકારનો સરકારી જવાબ આપવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube