Ahmedabad Property Market અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે વધુ એક ડગલુ માંડવામાં આવ્યુ છે. જે અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે આવેલી હાલની બજાર કિંમત મુજબ રુપિયા ૪૯૮૨.૭૦ કરોડની ૩૨ હેક્ટર જમીન ડેવલપમેન્ટ રાઈટસ સાથે લીઝ ઉપર આપવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે આવેલી જગ્યાના વેલ્યુઝોનને મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી મળ્યા બાદ રાજય સરકારની મંજૂરી માટે દરખાસ્ત મોકલાશે. સરકારની મંજૂરી મળ્યા બાદ રિવરફ્રન્ટના અલગ અલગ લોકેશન ઉપર આવેલી જમીન વેચાણથી આપવાના બદલે વીસ કે ત્રીસ વર્ષના ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા ટેન્ડર પ્રક્રીયાથી ઓફર મંગાવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવનારા સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કોમર્શિયલ ઓફિસ પ્રકારનું, હોસ્પિટલ સહિતનુ ડેવલપમેન્ટ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફેઝ-વનના માસ્ટર પ્લાનમાં જરૂરી ફેરફાર કરી રીવાઈઝ ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન રાજય સરકાર તથા ઔડાને મંજૂરી માટે મોકલી આપ્યો છે. રીવાઈઝડ ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન મુજબ, અંદાજે ૩૨.૯૩ હેક્ટર જમીન મલ્ટીઝોન તરીકે સુચિત કરી છે. રિવરફ્રન્ટના પૂર્વ અન પશ્ચિમમાં થઈ કુલ આઠ વેલ્યુઝોન નકકી કરવામાં આવ્યા હતા. જે પૈકી શંકરભુવનવાળી જગ્યાએ સ્લમ વિસ્તાર આવેલ હોવા ઉપરાંત ખાનગી માલિકીની જમીનો પ્રોજેકટ બાઉન્ડ્રીમાંથી દુર કરેલી હોવાથી હાલ સાત વેલ્યુઝોનને મંજૂરી આપવામાં આવી છે.


ગુજરાતના વેપારીનું કારસ્તાન : મોદી-યોગીનું મંદિર બનાવવા આ હતુું મોટું કારણ


સ્થળ અંદાજીત જગ્યા (સ્કે.મીટર) દર (સ્કે.મીટર)


  • એન.આઈ.ડી આગળ - ૩૦૮૦૦૦ ૨૨૬૪૭

  • વલ્લભસદન પાસે - ૩૨૨૦૦૦ ૨૩૬૭૬

  • ટોરેન્ટ આગળ - ૨૯૫૦૦૦ ૨૧૬૯૧

  • પીકનીક હાઉસ પાસે - ૨૯૭૦૦૦ ૨૪૭૫૦

  • દૂધેશ્વર - ૨૧૧૭૫૦ ૧૯૯૮૨

  • લેમન ટ્રી હોટલ પાસે - ૨૫૦૦૦૦ ૨૦૮૩૩

  • જગન્નાથ મંદિર પાસે - ૫૧૭૫૦ ૧૬૧૭૨


સાત વેલ્યુઝોનના બિલ્ટઅપ એરીયાના ડેવલપમેન્ટ રાઈટ્સની જી.એસ.ટી.સાથેની કિંમત તથા લેન્ડ ડીસ્પોઝલ પોલીસી-૨૦૨૩ સુધારા સાથેની મંજૂર કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે મ્યુનિ.તંત્ર તરફથી ત્રીજા ફેઝના ડેવલપમેન્ટ માટે તૈયારી શરુ કરવામા આવી છે. રાજય સરકાર સાથે કરવામા આવેલા એમ.ઓ.યુ. મુજબ દુબઈ સ્થિતિ શોભા રિયાલિટી દ્વારા રિવરફ્રન્ટના ત્રીજા ફેઝના ડેવલપમેન્ટ માટે રોકાણ કરવામા આવનાર છે. આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા સાત વેલ્યુઝોનને મંજૂરી આપવામા આવ્યા બાદ સાબરમતીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાની સમૃધ્ધિમાં વધારો થશે. 


અંબાલાલ પટેલની ભયાનક આગાહી : ફેબ્રુઆરી મહિનાના આ દિવસોમાં સહન ન થાય તેવી ઠંડી પડશે


આંતરરાષ્ટ્રીય કક્ષાના બીડરો પણ રિવરફ્રન્ટના જાહેર કરવામા આવેલા વેલ્યુઝોનમાં રોકાણ કરવા ઉત્સુક બનશે.આ કારણથી રિવરફ્રન્ટ ખાતે આવેલી જમીન ઉપર સ્કાય સ્કેપર બિલ્ડિંગ બનવાની સાથે વિવિધ પ્રકારનુ ડેવલપમેન્ટ આવનારા સમયમાં શક્ય બનશે. નોંધનીય છે કે વર્ષ 2016 માં તત્કાલીન મુખ્યંમંત્રી આનંદીબેનના કાર્યકાળમાં રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે પ્રક્રિયા શરૂ કરાઇ હતી. પરંતુ તે બાદ યોગ્ય માર્કેટ વેલ્યુ મળતી ન હોવા સહીતના કારણોસર પ્લોટ હરાજીની પ્રક્રિયા લંબાતી રહી છે. ગત ઓક્ટોબરમાં દુબઇના કેટલાક ઉદ્યોગકારો દ્વારા પ્લોટ ખરીદવા રસ દાખવવામાં આવતા આખરે તંત્રએ પ્લોટ હરાજી માટેની સત્તાવાર પ્રક્રિયા તરફ આગળ વધવાનુ નક્કી કર્યુ છે. 


Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓનો આદેશ છૂટ્યો