તેજસ દવે/મહેસાણા :મહેસાણાના વડનગરના મલેકપુરમાં ચોંકાવાનારી ઘટના સામે આવી. જેમાં પતિએ પોતાની પત્ની સાથે બરબરતા કરી છે. પતિને પત્ની પર શંકા હતી. જેના દંડશ્વરૂપ પતિ પહેલા તો પત્નીને ઢોર માર માર્યો. બાદમાં પોતાની જ પત્નીને હૈવાન પતિ ગેસ્ટહાઉસમાં લઈ ગયો. અને ત્યાં પોતાની પત્નીને નગ્ન કરી તેના પુરા શરીરે બચકા ભર્યા. હૈવાન પતિ બચકા ભરી મહિલાનો હોઠ પણ ચીરી નાંખ્યો. જેના પગલે ત્રાહિત પત્નીએ પોતાના હૈવાન પતિ અને તેના 3 મિત્રો સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિસ્સો વડનગરના મલેકપુરનો છે. જેમાં મિત્રોની ચઢામણીથી પતિએ પત્ની પર ત્રાસ ગુજાર્યો. આ કિસ્સો ભારે ચોંકાવનારો છે. પરિણીતાએ વડનગર પોલીસ મથકમાં પતિ સહિત 4 લોકો વિરુદ્ધ કલમ 326, 324, 254 B, 335, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. વડનગરની પરિણીતાની ફરિયાદ મુજબ, તેના પતિએ તેના પર અમાનુષી અત્યાર ગુજાર્યો હતો. પતિ તેના મિત્રોની હાજરીમાં જ પરિણીતા પત્નીને શરમજનક સ્થિતિમાં મૂકતો હતો. 


આ પણ વાંચો : ચૂંટણીમાં રેવડી શું, રેવડો પણ વેચશે તો પણ ભાજપ જીતશે... ભાજપના નેતાનો આપ પર પ્રહાર


પરિણીતાએ ફરિયાદમા લખાવ્યું કે, પતિએ તેના મિત્રની ગાડીમાં સવાર થઈ વડનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મિત્રો તેમજ અન્ય એક ઈસમ રૂમમાં હાજર હતા. પતિએ પત્નીને નિર્વસ્ત્ર કરી, ફોનમાં મિત્રોની હાજરીમાં વીડિયો ઉતારવા લાગ્યો હતો. પત્નીએ વિરોધ કરતાં પતિએ પત્નીના હોઠ પર બચકું ભર્યું હતું. જેથી પત્ની લોહીલુહાણ બની હતી તેમજ શરીરના અન્ય ભાગોમાં બચકાં ભરતાં પત્નીએ બૂમાબૂમ કરી મૂકી હતી.


આમ, પરિણીતાની સ્થિતિ એટલી ખરાબ બની હતી કે તેને સારવાર માટે હોસ્પિટલ જવુ પડ્યુ હતું. જેને પગલે તેનો પિયર પક્ષ પણ હોસ્પિટલ આવી ગયો હતો. પરિણીતાને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડ્યુ હતું.