ચૂંટણીમાં રેવડી શું, રેવડો પણ વેચશે તો પણ ભાજપ જીતશે... ભાજપના નેતાનો આપ પર પ્રહાર

Gujarat Elections 2022 : વડોદરામાં કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર.. કહ્યું, ચૂંટણીમાં રેવડો વેચે પણ સત્તા નહીં મળે.. એક પરિવારની તો બીજી જૂઠ્ઠુ બોલનારાઓની પાર્ટી.. 

ચૂંટણીમાં રેવડી શું, રેવડો પણ વેચશે તો પણ ભાજપ જીતશે... ભાજપના નેતાનો આપ પર પ્રહાર

રવિ અગ્રવાલ/વડોદરા :કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંઘ આજે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં તેમણે ભાજપના વખાણ કરીને આપ પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંઘે AAP પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીમાં રેવડી શું, રેવડો પણ વેચશે તો પણ ભાજપ જીતશે. દિલ્હીમાં 5 વર્ષમાં આમ આદમી પાર્ટીએ કોઈ કામ નથી કર્યું. એક પરિવારવાદ પાર્ટી છે, તો બીજી જુઠ્ઠુ બોલનારી પાર્ટી છે. ભાજપની પરિવારવાદ અને જુઠ્ઠું બોલનાર પાર્ટી સામે લડાઈ છે. જ્યાં ડબલ એન્જિનની સરકાર ત્યાં જ વિકાસ થયો છે. 

કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંઘે આજે વડોદરામાં ગૌરવ યાત્રામાં હાજરી આપી હતી. આ ગૌરવ યાત્રા વાઘોડિયા વિધાનસભામાં વિસ્તારમાં ફરી હતી. જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આપ પાર્ટી પર આક્ષેપબાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે. ગૌરવ યાત્રાને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર નક્કી છે. 

તો મહામંત્રી જે પી અગ્રવાલે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા કે, ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર દિલ્હીમાં છે. મંદિર અને ઘરની બાજુમાં દારૂની દુકાનો ખોલી છે. એજ્યુકેશનની વાતો કરે છે, એકપણ નવી સ્કૂલ આપએ બનાવી નથી. માત્ર કલર કર્યા છે. મીડ ડે મિલ નથી, શિક્ષકો નથી, વીજળી નથી, નળમાં પાણી નથી. ગેસ્ટ શિક્ષકોને પગાર મળતો નથી અનેક વાર શિક્ષકો આંદોલન કરી ચૂક્યા છે. દવાખાનામાં દવાઓ નથી, ત્યાંના ડોક્ટરો પર વિશ્વાસ કેમ કરવો. ઉત્તરાખંડ, ગોવા, યુપીમાં જે હાલત છે તેવી જ હાલત દરેક જગ્યાએ થશે. દિલ્હીના વિદ્યાર્થીઓ બાળકોનું પરિણામ ડાઉન અને ડ્રોપ આઉટ રેશિયો ઉંચો છે. કેજરીવાલની પોતે કોઇ ફાઇલ પર સહી નથી કરતા મંત્રી પાસે સહી કરાવે છે, જેથી કોઇ તપાસ થાય તો મંત્રી પર થાય. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ફરી ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરમાં જનસભાને સંબોધશે. તો આવતીકાલે ઊંઝા અને ડિસામાં કેજરીવાલની સભા યોજાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news