પતિએ પત્ની અને દોઢ વર્ષના પુત્રને કેનાલમાં માર્યો ધક્કો, પોલીસે કરી ધરપકડ
છોટાઉદેપુરમાં પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, ત્રણ દિવસની શોધખોળ બાદ વાઘોડિયા નજીક કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો
જમીલ પઠાણ, છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, ત્રણ દિવસની શોધખોળ બાદ વાઘોડિયા નજીક કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હજી સુધી બાળકના મૃતદેહની શોધખોળ કરાઇ રહી છે. પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:- સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરવા મામલે સુરતના એક શખ્સની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલી તાલુકાના રહેવાસી ગુલાબસિંહ પરમારના લગ્ન વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની જયા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દિકરા હતા. જેમાં એક 13 વર્ષનો સિદ્ધાર્થ અને દોઢ વર્ષનો દક્ષરાજ. ગત 16મી સપ્ટેમ્બરના રોજ ગુલબાસિંહ તેની પત્ની અને દાઢ વર્ષના દક્ષરાજને લઇને ભાદરથી રાજપુરા જવા નીકળ્યો હતો. તે દરમિયાન ગુલાબસિંહે અલ્હાદપુરાના બ્રિજ પર થઇને ઝાંખરપુરા પાસે બાઇક ઉભું રાખ્યું હતું. જ્યાં ગુલાબસિંહે તેની પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધા હતા.
આ પણ વાંચો:- અમરેલી: આદમખોર દીપડાનો ભોગ બની મહિલા, પરિવારે પાંજરે પુરવા કરી માગ
જો કે, તે દિવસ સાંજે ગુલાબસિંહના પિતાએ જયાના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે, ગુલાબ, જયા અને દક્ષરાજ બાઇક પર ત્યાં આવા નીકળ્યા છે. તેઓ આવી પહોંચ્યા છે? ત્યારે જયાના પિતાએ ના પાડી હતી. જો કે, આ અંગે જ્યારે તેમણે ગુલાબની પૂછપરછ કરી તે દરમિયાન ગુલાબસિંહ યોગ્ય જવાબ ના આપતા તેઓએ તેને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગુલાબસિંહે બોલાચાલી થતા પત્ની જયા અને પુત્ર દક્ષરાજને કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે જયા અને દક્ષરાજની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- રાજકોટમાં નિવૃત પોલીસની હાઈ પ્રોફાઈલ બર્થ ડે પાર્ટી..., પોલીસ ખાતા સામે અનેક સવાલો
તે દરમિયાન વાઘોડીયા નજીક કેનલામાંથી જયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હજી સુધી પુત્ર દક્ષરાજનો મૃતદહે ના મળતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યાબાદ પરિણીતાના પિતાએ બોડેલી પોલીસમાં ગુલાબસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતો પોલીસે ગુલાબસિંહ વિરૂદ્ધ જયા અને દક્ષરાજની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં આ હત્યા પાછળ પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ હોવાનું સામે આવ્યું હતું.
જુઓ Live TV:-