રાજકોટમાં નિવૃત પોલીસની હાઈ પ્રોફાઈલ બર્થ ડે પાર્ટી..., પોલીસ ખાતા સામે અનેક સવાલો

રાજકોટ અમદાવાદ હાઈ વે પર આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત જમદારની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે દરોડો કરીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે પાર્ટીમાંથી 30 લોકોની અટકાયત કરી હતી

Updated By: Sep 20, 2019, 12:07 PM IST
રાજકોટમાં નિવૃત પોલીસની હાઈ પ્રોફાઈલ બર્થ ડે પાર્ટી..., પોલીસ ખાતા સામે અનેક સવાલો

રક્ષિત પંડ્યા અને સત્યમ હંસોરા, રાજકોટ: રાજકોટ અમદાવાદ હાઈ વે પર આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત જમદારની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે દરોડો કરીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે પાર્ટીમાંથી 30 લોકોની અટકાયત કરી હતી. જેમાં નિવૃત આર્મીમેન અને 7 નિવૃત પોલીસ કર્મચારીઓ સહિત 10 શખ્સો દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે તમામ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- આ કારણથી 30 સપ્ટેમ્બરે અમિત શાહ આવશે ગુજરાત

રાજકોટ અમદાવાદ હાઈ વે પર આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત જમાદાર રાજભા વાઘેલાની ગુરૂવારે રાત્રે જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. રાજકોટ પોલીસને માહિતી મળી હતી કે, નિવૃત જમદારની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમ છેલ થઈ રહી છે. હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલતી હોવાથી એસીપી એસ. આર. ટંડેલ, કુવાડવા પોલીસ, એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડો કર્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા કુલ 30 લોકો મળી આવ્યા હતા. જેમાં નિવૃત આર્મીમેન સહિત 10 લોકો દારૂના નશામાં મળી આવ્યા હતા. પોલીસે તમામ લોકોની અટકાયત કરી કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.

પોલીસ તપાસમાં દારૂના નશામાં મળેલા આરોપીઓ
૧) કૃષ્ણરાજસિંહ દદુભા જાડેજા (નિવૃત આર્મીમેન)
૨) જ્યેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ
૩) ભરત હરિશંકર ભરાડ
૪) હર્ષદ હરિભાઈ ઝાલા
૫) તખુભા રામસિંગ તલાટીયા (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્ય ભુપત તલાટીયાના ભાઈ)
૬) જયંતિ લક્ષ્મણ તલસાણીયા
૭) રમેશ ઘોઘા સિંધવ
૮) સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ
૯) ચંદ્રકાંત અમરચંદ મહેતા
૧૦) રમણિક લક્ષ્મણ જીંજવાડીયા

આ પણ વાંચો:- રાજકોટમાં દારૂપાર્ટી ઝડપાયા બાદ પોલીસની સમગ્ર શહેર પ્રોહીબિશનની રેડ શરૂ

અન્ય સાથે રહેલા આરોપી
(11) ગૌતમ મનરૂપજી રાવલ (નિવૃત DYSP)
(12) રાજેન્દ્ર ખાનુભાઈ વોઘલા(નિવૃત ASI)
(13) ચંદુભા દેવુભા રાણા (નિવૃત ASI)
(14) નિર્મળસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (નિવૃત ASI)
(15) ગજુભા જીલુભા રાણા (નિવૃત ASI)
(16) કનકસિંહ જસવંતસિંહ ચૌહાણ (નિવૃત પોલીસ કોન્સ્ટેબલ) સહિત કુલ 30 લોકો પાર્ટીમાં સામેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી 5 લોકો પાસે દારૂની પરમીટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તમામ 30 શખ્સોને લોહીના સેમ્પલ લઇને તપાસ શરૂ કરી છે. જ્યારે નિવૃત જમાદારે પાર્ટીમાં દારૂ પીવાણો ન હોવાનું નિવેદન આપ્યું હતું..

આ પણ વાંચો:- નવા ટ્રાફિક નિયમઃ રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

પોલીસ તપાસ દરમિયાન 5 જેટલા લોકો ક્રિષ્ના વોટર પાર્કની દીવાલ ટપીને ફરાર થયા હતા. જેની ફૂટ પ્રિન્ટ પણ પાસેના ખેતરમાં જોવા મળી હતી. મીડિયાએ દારૂના નશામાં ભાગતા લોકોને પાર્ટી વિશે પૂછતાં તેઓ હાઇવે પર વોકિંગ કરવા નિકળા હોવાનું નિવેદન આપી મોં સંતાળી ભાગ્યા હતા. જોકે ક્રિષ્ના વોટર પાર્કમાંથી દારૂ અને બિયરના ખાલી ટીન, સોડાની બોટલો અને દારૂ પીવા માટેના પ્લાસ્ટિકના ગ્લાસ ગાર્ડનમાં જોવા મળ્યા હતા. પોલીસ તપાસમાં દારૂ મળી આવ્યો નથી એજ પોલીસ કાર્યવાહી સામે મોટો સવાલ છે. તો બીજી તરફ ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂ વેચાણ અંગેનું લાઇસન્સ ન હોવા છતાં મોટી માત્રામાં દારૂ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. દારૂનો દરોડો પડતા ભાજપના અગ્રણી હરિભાઈ પટેલનું વોટર પાર્ક હોવાથી રાજકીય ભલામણો પણ પોલીસને શરૂ થઈ હતી.

એક તરફ દારૂ બંધીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ નિવૃત પોલીસ કર્મીઓ જાહેરમાં દારૂની મહેફિલો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અનેક સવાલો પોલીસ ખાતા સામે ઉઠી રહ્યા છે જેમાં 

સવાલ નં- 1 દારૂની મહેફિલ માટે દારૂ આવ્યો ક્યાંથી ?
સવાલ નં- 2 ભાજપ અગ્રણીના વોટર પાર્કમાં દારૂ પીવાની મંજૂરી આપી કોણે?
સવાલ નં- 3 પોલીસને દારૂનો જથ્થો મળ્યો કેમ નહિ?
સવાલ નં- 4 પોલીસ કાર્યવાહી સમયે 3 કલાક મીડિયાને કેમ દૂર રખાયું અંદર શું ખીચડી રંધાઈ?
સવાલ નં- 5 દારૂ બંધીની અમલવારી કરાવતી પોલીસને કેમ હાઈ પ્રોફાઈલ પાર્ટીની જાણ નહોતી
સવાલ નં- 6 પોલીસ પહેરો હોવા છતાં કેમ આરોપીઓ ફરાર થયા ? શું પોલીસે જ ભગાડ્યા?
સવાલ નં- 7 અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચા તો એ ક્યાં?
સવાલ નં- 8 બિલ્ડરો, એકાઉન્ટન્ટ અને નામચીન શખ્સો પાર્ટીમાં શામિલ હતા તો ક્યાં ગયા?
સવાલ નં- 9 ચાલુ ફરજ પરના પોલીસ કર્મીઓ પણ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચા તો કેમ તેમને બાકાત રખાયા?
સવાલ નં- 10 પોલીસે આ હાઈ પ્રોફાઈલ પાર્ટીને કેમ ભીનું સંકેલ્યુ ? ઘી ના ઠામમાં ઘી ઠાલવી દીધા હોવાની વાત.

આ પણ વાંચો:- કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નિવૃત જમાદાર રાજભા વાઘેલાનો આજે જન્મ દિવસ હોવાથી તમામ ઉચ્ચ અધિકારીઓને ચેમ્બરમાં જઈને પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું. પાર્ટીમાં 100 લોકો હજાર પણ રહ્યા હતા. જોકે પાર્ટીમાં આવેલા જ એક વ્યક્તિએ અંદરનો દારૂની પાર્ટીનો વિડીયો ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને મોકલી પોલીસ મોકલવાની વાત કરતા પોલીસ હરકતમાં આવી હતી. નિવૃત જમાદારની પાર્ટીનો વિડીયો મીડિયા સુધી પહોંચે અને પછી પોલીસની આબરૂ જાય એ બીકે જ પોલીસે દારૂની પાર્ટીમાં દરોડો કર્યો હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે. એક એવી પણ ચર્ચા છે કે, આ પાર્ટીમાં DYSP અને પીઆઇ કક્ષાના અધિકારીઓ પણ હાજર હતા.

પોલીસ દરોડા બાદ તમામ ચાલુ ફરજ પર રહેલા પોલીસ કર્મીઓને પોલીસે જ જવા દીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે પાર્ટીમાં હજાર તમામ લોકો સીસીટીવીમાં કેદ થયા હોવાનું કહીને પોલીસે ડીવીઆર કબજે પણ કર્યું છે. જોકે હવે આ કેસમાં પોલીસ તટસ્થ તપાસ કરે તો અનેક પોલીસ અધિકારીઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાનું સામે આવી શકે છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...