• શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વીઆઇપી રોડ વૈંકુઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. ત્યારે પોલીસે હત્યારા પતિની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે સમયે ન્યુ વીઆઇપી રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.


આ પણ વાંચો : સુરત : દલાલને 3 લાખ ચૂકવી પત્ની લાવ્યો, પછી હત્યા કરીને લાશ અગાશી પર મૂકી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના આજવા રોડ ઉપર આવેલ અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન પટેલ પરિવાર સાથે રહેતા હતા. શિલ્પાબહેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા કેટલાંક સમયથી તેઓને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. ગત રાત્રે તેઓ ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યુ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી હતી. મહિલાની લાશ મળી હોવાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જે તે સમયે પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.


આ પણ વાંચો : માંડવીના ગગજી પરિવારના 3 લોકોના અકસ્માતમાં મોત, હળવદ પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ અને...


દરમિયાન પોલીસને મહિલાની હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો મળતા તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલા આજવા રોડ ઉપર આવેલ અમરદીપ હોમ્સના રહેવાસી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાની વિગતો મળી હતી. મહિલાનું નામ ખૂલ્યા બાદ પોલીસે વધુ તપાસ કરતા પતિએ પત્નીના આડા સંબધમાં હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. હરણી પોલીસની વધુ તપાસમાં શિલ્પાબહેન પટેલના પતિ જયેશભાઇ પટેલ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી. શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વીઆઇપી રોડ વૈંકુઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો. ચાલુ એક્ટીવા ઉપર શિલ્પાબહેનને માથામાં ફટકો વાગતા જ તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા અને સ્થળ પર મોતને ભેટ્યા હતા. પોલીસે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનાર શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : વડોદરામાં વેક્સીનના ડીપ ફ્રીઝર આવ્યા, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી