Ahmedabad Fire અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં સૌથી પ્રખ્યાત એવા ગોદરેજ ગાર્ડન સિટીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગમાં એક મહિલાનુ મોત નિપજ્યું છે. તેમજ પુરુષની હાલત ગંભીર છે. જોકે, આ આગમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવી હતી. બે બાળકોને સ્કૂલમાં મૂકી આવ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, બંનેએ ચાકુથી એકબીજા પર હુમલો કર્યો હતો, અને આ હુમલામાં પત્નીનું મોત નિપજ્યુ હતું. જોકે, આ ઘરકંકાસમાં બે માસુમોનું ભાવિ અંધકારમય બન્યુ છે. આ ઝઘડામાં બે માસુમોનો શુ વાંક હતો. બે માસુમોએ માતાની છત્રછાયા ગુમાવી, તો સાથે જ પિતા પણ આરોપી નીકળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ઇડન 5 ફ્લેટના મકાન નંબર V 405 માં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી. આ આગમાં પરિવારની મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બે બાળકો સ્કૂલમાં ગયા હતા ત્યારે મકાનમાં આગ લાગી હતી. ત્યારે આ આગમાં પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. 


પત્નીએ ખુદ તેનુ ગળુ કાપ્યું, પતિનુ નિવેદન
ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ અને મોત કેસમાં ખુલાસો થયો છે. ગંભીર રીતે ઘાયલ પતિ અનિલ બઘેલે પોલીસ સામે નિવેદનમાં કહ્યું કે, તેની પત્નીએ પોતાનું ગળું ખુદ કાપ્યું છે. તેની પત્ની અનિતા બઘેલ હાઇપર ટેનશનમાં હતી. બંને વચ્ચે નાસ્તા બનાવવા બાબતે ઝઘડો થતા પતિ પર પત્નીએ છરી વડે હુમલો કર્યાની કેફિયત પતિએ પોલીસ સામે કરી છે. તેમજ આગ પણ પત્નીએ લગાવી હોવાનું પતિએ નિવેદન આપ્યું છે. 


પરિવાર આગ્રાનો રહેવાસી
એલ ડિવિઝનના એસપી ડીવી રાણાએ જણાવ્યું કે, અનિલ બધેલે પોલીસ પૂછપરછમાં કહ્યું કે, ઘરમાં આગ લાગતા મેં બચાવો બચાવોની બુમો પાડી હતી. પતિ અને પત્ની વચ્ચે અણબનાવ કે મોટા ઝઘડા થતા હોવાનું નથી ખુલ્યું. પતિ અનિલ બધેસ જાપાનની ટોરે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પતિના નિવેદનને લઈને વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઢબે તપાસ કરાશે. પત્નીના પેનલ ડોક્ટરથી પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. આ પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો રહેવાસી હતો. વર્ષ 2017 થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે અનિલ બઘેલ ગોદરેજ ગાર્ડન સિટીના ઇડર સોસાયટીમાં રહે છે. 


આ પણ વાંચો : 


પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી, ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલ આગમાં મોટો ખુલાસો


કોણ છે ભાજપનો ભેદી... ભાજપના આ દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણીમાં હરાવવાના પ્રયાસ થયા હતા


કબૂતરબાજીમાં ભાજપના ટોચના નેતા અને કાર્યકરોના નામ ઉછળ્યા, વાત પહોંચી સીધી દિલ્હી


પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થયો કે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી. હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન હતા. 


તપાસમાં ખૂલ્યું કે, મૃતકનું નામ અનિતા બઘેલ છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતીને બે સંતાન છે, જેમાં પુત્ર ધોરણ 8 અને પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.  બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પતિએ પત્નીનું ગળું કાપી ઘરમાં આગ લગાવી હતી. જોકે, ઘરમાં જમીન પર પડેલા ચાકુએ પતિની પોલ ખોલી હતી. 


ઢબ્બુના ઢ નીકળ્યા ગુજરાતી વિદ્યાર્થીઓ, ગુજરાતી વાંચવાના ય ફાંફા, રિપોર્ટમાં ખૂલી પોલ