છોટાઉદેપુરમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી
છોટાઉદેપુરના ખડખડ ગામમાં નજીવી બાબતે પતિને પત્ની ઉપર ગુસ્સો આવી ગયો અને પતિએ પત્નીના માથામાં કુહાડી મારી કરપીણ હત્યા કરી નાખી છે
જમીલ પઠાણ, છોટાઉદેપુર: કહેવાય છે કે ક્રોધ એ વિનાશ નોતરે છે અને ક્ષણિક આવેશમાં આવી જઇ વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે. આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો છે છોટાઉદેપુરના ખડખડ ગામમાં. નજીવી બાબતે પતિને પત્ની ઉપર ગુસ્સો આવી ગયો અને પતિએ પત્નીના માથામાં કુહાડી મારી કરપીણ હત્યા કરી નાખી છે.
આ પણ વાંચો:- રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
મધ્યપ્રદેશની સરહદે આવેલું આ છે છોટાઉદેપુર તાલુકાનું ખડખડ ગામ. હાલમાં અત્તરસિંગ રાઠવા પોલીસના સકંજામાં છે. અત્તરસિંગના બાળપણ સમયે જ અત્તરસિંગની માતાનું મોત થતાં પિતાની છત્ર છાયામાં મોટો થયો અને શીલા સાથે લગ્ન સંસાર માડતા પરિવારમાં ચાર દીકરીઓ અને ત્રણ છોકરા મળી કુલ સાત સંતાનો સાથે પરિવારના દસ સભ્યો આનંદ સાથે જીવન વ્યતીત કરી રહ્યા હતા. અત્તરસિંગ અને તેની પત્ની પોતાની થોડી જમીનમાં ચોમાસુ ખેતી કરતા અને બાકીના સમયમાં સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ પણ વાંચો:- સત્તાના સોગઠા: રાજ્યસભાની 4 બેઠકો માટે રસાકસી, જાણો શું છે કોંગ્રેસનું ગણિત
આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જીલ્લામાં હોળી પર્વનું ખુબજ મહત્વ રહેલું છે અને એટલેજ ગમે ત્યાં મજૂરી ગયેલા લોકો હોળીના સમયે માદરે વતન પરત આવી જાય છે અને હોળીના મેળાઓ માણે છે. અત્તરસિંગ પોતાની પત્ની શીલા સાથે થોડા દીવસ પૂર્વે જ સૌરાષ્ટ્રથી મજૂરી કરી પૈસા કમાવી ઘરે આવ્યો હતો. અને પંદરમી તારીખે પાંચમનો મેળો હોય અત્તરસિંગે મજૂરી કરી કમાઈને આવેલા અને પોતાની પત્ની પાસે રાખેલા નાણાં પૈકી મેળામાં જવા પૈસા માગતા પત્ની શીલાએ પતિ અત્તરસિંગને નાણાં આપ્યા હતા. પરંતુ બપોરે ફરી અત્તરસિંગે ઘરે આવી પત્ની શીલા પાસે નાણાંની માગણી કરી હતી.
આ પણ વાંચો:- સુરતમાંથી ઝડપાઈ મોબાઈલ સ્નેચિંગ ગેંગ, 1.80 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોતાના સાત સંતાનો સહિત પરિવારનું ગુજરાન ચલાવવા મહેનત મજૂરી કરીને કમાયેલા પૈસાને મેળામાં ખોટી રીતે વેડફી નાખશે તેમ વિચારી પત્ની શિલાએ પતિને પૈસા આપવાની ના પાડી દેતા પતિ અત્તરસિંગને ગુસ્સો આવી ગયો અને પત્નીને ગાળો બોલી પત્ની સાથે ઝગડો કરવા લાગ્યો હતો. છતાં પત્ની શીલાએ પૈસા ના આપતા અત્તરસિંગનો ક્રોધ ચરમ સીમાએ પહોંચી ગયો અને ઘરમાં નજીકમાં પડેલી કુહાડી લઈ તેણે પત્ની શીલાના માથામાં ઉપરાછાપરી બે ઘા કરતા પત્ની શીલાનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું. ઘરમાં હાજર સંતાનો પૈકી સૌથી મોટા પુત્ર રાકેશે પોતાના પિતાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અત્તરસિંગે તેના ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરતાં તે પોતાની માતાને બચાવી ના શક્યો.
આ પણ વાંચો:- ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે
પોતાની માતાની હત્યા કરનાર પોતાના જ પિતા સામે પુત્ર રાકેશે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે આરોપી અત્તર્સિંગને હત્યાના ગુનામાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો:- કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા મહત્વના પ્રવાસન સ્થળો કરાયા બંધ
અત્તરસિંગ અને તેની પત્ની શીલા વચ્ચે ક્યારેય કોઈ ઝગડો કે બોલાચાલી થતી ના હતી પરંતુ ક્ષણિક ક્રોધમાં આવી જઇ અત્તરસિંગે પોતાની પત્નીને ઉપરા છાપરી કુહાડી ઘા કરી મોતને ઘાટતો ઉતારી દીધી પરંતુ હવે તેનો તે પસ્તાવો કરી રહ્યો છે.
Live TV:-