ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે

દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (Corona Virus) પગપેસારો કરી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના (Corona In India)ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે

રાજકોટ: દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (Corona Virus) પગપેસારો કરી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના (Corona In India)ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી કોરોના વાયરસને કારણે ભારતમાં કુલ 127 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 3 વ્યક્તિના મોત થયા છે. ત્યારે રાજકોટમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામથી આવેલ 19 વર્ષીય યુવાનને આયસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. કફ, શરદી અને તાવ કોરોનાના લક્ષણ જણાતા મોડી રાત્રે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે, આ સેમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકને કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો છે કે નહીં.

Live TV:- 

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ 64 વર્ષના COVID-19થી પીડાતા દર્દીનું મોત થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 3 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 127 કેસ સામે આવ્યાં છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત કેરળમાં 22 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. યુપીમાં બે નવા કેસ સામે આવ્યાં બાદ કુલ 17 કેસ જોવા મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news