રાજુ રૂપારેલિયા/દ્વારકા :દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકાએ જીવિત મહિલાનો અવસાનનો દાખલો કાઢી આપ્યો હોવાનું સામે આવ્યું છે. દ્વારકા PWDમાં નોકરી કરતા વ્યક્તિએ પોતાની જીવિત પત્નીનો મરણનો દાખલો કઢાવ્યો હતો. આ શખ્સની બેન્ક ખાતામાંથી પત્નીનું નામ કમી કરાવવા ગયો હતો. જોકે તેની પત્ની બેન્કમાં પૈસા ઉપાડવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને પગલે નગર પાલિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે તંત્ર સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું જણાવે છે. તો બીજી તરફ મહિલાએ તેના પતિ સામે જ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ જ પાલિકા પાસેથી આ મરણનો દાખલો મેળવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરેરેરે!!! જે ટાંકીમાંથી લોકોના ઘરોમાં પીવાનું પાણી પહોંચતુ હતું, તેમાંથી 8 ટ્રેક્ટર ભરીને કાદવ નીકળ્યો


દ્વારકામાં રેતવા પાડામાં રહેતા રૂડીબેન ચાનપાના પતિ નાયાભાઈ ચાનપાએ પત્ની વિરુદ્ધ મોટું ષડયંત્ર રચ્યું હતું. તેમણે પોતાની પત્ની મરી ગઈ છે તેવું કહીને દ્વારકા મહાનગરપાલિકામાંથી તેમનુ ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું. ત્યાર બાદ તેઓએ એસબીઆઈ બેંકમાં રહેતા તેમના જોઈન્ટ અકાઉન્ટમાંથી પત્નીનું નામ કાઢી નાંખ્યું હતું. તેો જ ખાતામાંથી રૂપિયા ઉપાડીને પત્નીને રૂપિયા આપતા હતા. પણ, જ્યારે રૂડીબેન એકવાર જાતે બેંકમાં નાણાં ઉપાડવા ગયા ત્યારે પતિનો ભાંડો ફૂટ્યો હતો. 


છોટાઉદેપુર : પાણી માટે ખુદ તાલુકા પંચાયતના પ્રમુખને અડધી રાત્રે લાઈનમાં ઉભા રહેવુ પડે છે


તેમણે બેંકમાં પૂછપરછ કરતા, બેંકે તેમણે તેમનો મરણનો દાખલો બતાવ્યો હતો. જે જોઈને રૂડીબેન પણ અવાક થઈ ગયા હતા. તેથી તેમણે પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV