જસદણ : હાલમાં લોકડાઉનની સ્થિતીમાં માત્ર કોરોનાના નહી પરંતુ ડોમેસ્ટિક વાયોલન્સનાં કિસ્સાઓ પણ એટલા જ વધી રહ્યા છે. આવી જ એક ઘટના કાળાસર ગામે રિસામણે ગયેલા પત્નીને તેડવા માટે ગયો હતો. જો કે ત્યાં સાળા અને બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઝપાઝપી થવા લાગી હતી જેમાં વચ્ચે પડેલા પાટલા સાસુની હત્યા થઇ ગઇ હતી. છરીનાં એક જ ઘાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના કુશલગઢમા 37 કોરોના પોઝિટિવ, ગુજરાત બોર્ડરનાં 3 જિલ્લામાં ફફડાટ

મુળ જસદણ તાલુકાના કાળાસર ગામના અને હાલ બળધોઇ ગામે સાસરે રહેતા રેખાબેન અને તેના આરોપી પતિ બળદેવ લખમણ મેવાસીયા વચ્ચે છેલ્લા 8 દિવસથી માથાકુટ ચાલી રહી હતી. જેથી રેખાબેન કાળાસર ખાતે પોતાનાં પિયરે જતા રહ્યા હતા. આ દરમિયાન આજે વહેલી સવાર બળધોઇનો રહેવાસી બળદેવ તેની પત્નીના પિયરે જઇને પહેલા હોબાળો મચાવ્યો હતો અને ત્યાર બાદ સાળા સાથે પણ મારામારી કરવા લાગ્યા હતા.


રાજકોટમાં કોરોનાનો હાહાકાર જંગલેશ્વરને ઇમ્તિયાઝ-નદીમે બનાવ્યું હોટસ્પોટ

જો કે આ દરમિયાન યુવતીની મોટી બહેન નિમુબેન વચ્ચે પડ્યા હતા. જો કે બળદેવ એટલો ઝનુનમાં હતો કે ઘરમાં પડેલી એક છરીનો ઘા મારી દેતા નિમુબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવમાં બળદેવના સાળાને પણ ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તો પોલીસે ગુનો નોંધીને બળદેવની ધરપકડ કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube