અમદાવાદ: સજની હત્યા કેસનો ભેદ ઉકેલાયો, 15 વર્ષ બાદ પતિની કરાઇ ધરપકડ
પોલીસે આ કેસમા આરોપીને પકડવા LOC નોટિસ ઇસ્યુ કરી એટલુંજ નહિ પણ અલગ અલગ દેશોની પોલીસે તરુણ ને પકડવા ખાનગી રાહે તપાસ પણ કરી હતી
મૌલિક ધામેચા/ અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ પોલીસ માટે કોયડા રૂપ બનેલો સજની હત્યા કેસનો ભેદ આખરે ઉકેલાયો અને 15 વર્ષથી ફરાર આરોપી પતિ તરુણને ક્રાઇમ બ્રાન્ચે બેંગ્લોરથી ઝડપી લીધો છે. વાત જાણે એમ હતી કે વર્ષ 2003 ફેબ્રુઆરી 14ના સાંજે બોપલના હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે એક મહિલાની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવી હતી. હત્યા બાદ તરુણને ગ્રામ્ય પોલીસ શકમંદ તરીકે જોતી હતી પણ તરુણ છાતીમાં દુખાવો થવાના બહાને ખાનગી હોસ્પિટલમાં ભરતી થયા બાદ કોણ જાણે કેમ પોલીસની વોચ હોવા છતાં ત્યાંથી નાસી છૂટ્યો હતો.
પોલીસે આ કેસમા આરોપીને પકડવા LOC નોટિસ ઇસ્યુ કરી એટલુંજ નહિ પણ અલગ અલગ દેશોની પોલીસે તરુણ ને પકડવા ખાનગી રાહે તપાસ પણ કરી હતી. તેમ છતાં આજ દિન સુધી પોલીસના હાથે લાગ્યો નોહતો. આરોપી તરુંણને પકડવા પોલીસે કોઈ કસર છોડી નોઁહતી પરિવારના તમામ સભ્યોના મોબાઈલ નંબર અને ગતિવિધિ પર નજર રાખતી પણ તરુણ ક્યારેક કોઈના સંપર્કમાં બહારના આવ્યો.
ખુદ તેના પિતા ના અવસાન વખતે પણ તે હાજર ના રહયો કદાચ પોલીસ તેને ત્યાંથી પકડી લેશે એટલી હદે તે શાંતિર દિમાગનો હતો. પણ આખરે બેંગ્લોર થી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો. ઉલ્લેખનીય છે કે આરોપી તરુણ એક ખાનગી ચેનલ ના રેડિયો જોકીના પ્રેમમાં હતો જેને લઇ પત્ની ની હત્યા કરી નાખી અને વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાની ગલફ્રેન્ડ ને પત્ની હત્યા કરી જાણે લાશ ભેટમાં આપી હોય તેવા ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા હતા.