તેજસ મોદી, સુરત: પતિ અને પત્ની વચ્ચેના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા શહેરમાં ચકચાર મચી છે. પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ પરિણીતાને બેડરૂમના અંગત પળોના વીડિયો વાઈરલ કરી નાખવાની ધમકી પણ આપી હતી. પત્નીએ એવો આરોપ પણ મૂક્યો છે કે બેડરૂમમાં કેમેરાથી અંગત પળોના વીડિયો બનાવેલા છે. આ મામલે ઉમરા પોલીસે પતિ, અને સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઈના આ ખેડૂત ઓછા ખર્ચે કરે છે લાખોની કમાણી, મહેનત અને સફળતાની છે મિસાલ


મળતી માહિતી મુજબ અઠવાલાઈન્સના આરોગ્યનગરમાં રહેતી એક પરિણીતાને તેનો બિલ્ડર પતિ અને સાસરિયા ઘરકામ અર્થે મેણાટોણા મારતા હતાં અને દારૂના નશામાં પતિ અત્યાચાર ગુજારતો હતો. હદ  તો ત્યાં થઈ ગઈ કે પતિએ પત્નીને બદનામ કરાવવા કે બ્લેક મેઈલ કરવાના હેતુથી સીસીટીવી કેમેરા મુકાવ્યાં હતાં અને અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી. 


આજથી અમદાવાદ-પોરબંદર અને જેસલમેર ફ્લાઇટનો શુભારંભ, જાણો કેટલું હશે ભાડું


પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પરિણીતાના પતિએ હનીમુન પર ગયા ત્યારે પણ તેની સાથે મારઝૂડ  કરી હતી. ત્યારબાદ તો પતિ અવારનવાર દારૂ પીને નશામાં પરિણીતા સાથે મારઝૂડ કરતો રહ્યો અને સાસુ તથા સસરાએ  પણ નાની નાની વાતે પરિણીતાને ટોણા મારીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. 


આ બધા ત્રાસથી કંટાળી જઈને પરિણીતા છેલ્લા કેટલાક સમયથી તેના પીયરે રહેતી હતી અને આખરે ફરિયાદ નોંધાવી. ઉમરા પોલીસે આ મામલે પતિ અને સાસરીયા સામે ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...