• હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો.

  • અગાઉ પણ ત્રણેક વખત મારૂતિ વાન તથા છોટા હાથી ટેમ્પોથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો


ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે પતિએ પોતાની પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યુ છે. આ અકસ્માતમાં પ્રેમી તો બચી ગયો પણ પ્રેમીની માતાનું માથું ધડથી અલગ થઇ ગયું. હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપીને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ જિલ્લાના રાજપારડીના સારસા નજીક બે મહિના પૂર્વે થયેલા અકસ્માતમાં એક મહિલાના મોત ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીના પ્રેમીને કચડી મારવાની ફિરાકમાં એક સરસડાના શખ્સે બાઈકને બોલેરો પીક અપથી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અકસ્માતમાં પત્નીના પ્રેમી અને તેની પુત્રીનો બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં તેની માતાનું માથું ધડથી અલગ થઈ જતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં રાજપારડી પોલીસે તપાસ દરમિયાન સમગ્ર મામલો હત્યાનો હોવાનું તારણ કાઢી આરોપીને ઝડપી પાડ્યો હતો.


આ પણ વાંચો : ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...


રાજપારડી પોલીસ મથકમાં ગત તારીખ 4 જુલાઈના રોજ સારસા ગામના નાળા પાસે બોલેરો પીક અપ અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જેની ફરિયાદ રાજપારડી પોલીસ મથકે નોંધાઈ હતી. અકસ્માત કરનારને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં બોલેરો ગાડીનો ચાલક સરસાડ ગામનો જ અશોક ઉર્ફે વિષ્ણું જીતુ વસાવા હોવાનું માલુમ પડતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ જયદિપસિંહ જાદવે મામલામાં તપાસ હાથ ધરતા મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. આરોપી અશોકની પત્ની સાથે મૃતકના પુત્ર દિનેશ વસાવાને પ્રેમ સંબંધ હોય તેનો કાંટો કાઢવા અશોકે અનેક પ્રયાસો કર્યા હતા.


આ પણ વાંચો : તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા


દરમિયાનમાં ગત તારીખ 4 જુલાઈના રોજ દિનેશ વસાવા, તેમની પુત્રી દેવીકા તેમજ માતા વનિતાબેન સાથે બાઈક લઈને રાજપારડીથી સરસાડ જઈ રહ્યા હતા. તે સમયે અશોકે સારસા ગામના નાળા પાસે દિનેશને પતાવી દેવા તેમની બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે, ઘટનામાં દિનેશ અને તેની પુત્રી દેવીકાને ઈજાઓ થઈ હતી. જ્યારે માતા વનિતાબેનનું માથું ધડથી અલગ થઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અશોકે તેની પત્નીના પ્રેમી દિનેશની હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા અગાઉ પણ ત્રણેક વખત મારૂતિ વાન તથા છોટા હાથી ટેમ્પોથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થયો ન હતો.


આ પણ વાંચો : તબીબો જ સંક્રમિત થશે તો દર્દીઓનું શું થશે... રાજકોટમાં 100 થી વધુ ડોક્ટર્સ કોરોના પોઝિટિવ