ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...

ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...
  • પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના ભારે વખાણ થતા હતા. કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી.
  • હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય છે

યોગીન દરજી/આણંદ :ગુજરાતની ગધેડીનું દૂધ છે દુનિયાનું સૌથી મોઘું દૂધ છે. જાણીને નવાઈ લાગશે, પણ ગુજરાતની ગધેડી (gujarat donkey) ના દૂધનો ભાવ 5થી 7 હજાર રૂપિયે લીટર છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધ (donkey milk) ની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડા જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી ઊંચી કિંમતે વેચાય છે. એટલે જ ગુજરાતની ગધેડીની આ ખાસ નસલને ઉછેરી હરિયાણામાં ડેરી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગધેડીના એક લીટર દૂધનો ભાવ 7 હજાર રૂપિયા હશે. હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય છે.

આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

આ વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીના દૂધ સંશોધન કેન્દ્રના ડીન જેબી પ્રજાપતિ કહે છે કે, દરરોજ એકથી દોઢ લીટર દૂધ જ આ પ્રકારની ગધેડી આપે છે, અને તે દૂધમાં પોષક તત્વોની ભરમાર હોવાને કારણે તેના ઘણા ઉપયોગ થતા હોય છે. તેના દૂધમાં વિટામિન બીની માત્રા ભરપૂર હોય છે. તેથી તે ઉંચા ભાવે વેચાય છે. 

જે લોકો આ દૂધનું નામ સાંભળીને હોંશ ગુમાવી રહ્યા છે, તે જાણી લે કે, પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના ભારે વખાણ થતા હતા. કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી. તેમાં એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ તથા બીજા તત્વ હોય છે. જે દૂધને દુર્લભ બનાવે છે. 

હાલ ગુજરાતના હલારી જાતિના ગધેડા આ બિઝનેસ માટે ઉત્કૃષ્ઠ માનવામા આવી રહ્યાં છે. જે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ મળી આવે છે. હવે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે, આ પશુને માલવાહક પશુની કેટેગરીને બદલે પશુપાલનની કેટેગરીમાં રાખવામાં આવે, જેથી તેને કમાણીનું માધ્યમ બનાવી શકાય. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈક્વાઈન (એનઆરસીઈ) એ હરિયાણાના હિસામાં ગધેડીના દૂધ પર એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે. બે વર્ષ પહેલા જ નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિક્સ રિસોર્સિસે હલારી જાતિના ગધેડાના નોંધણી કરી હતી. ગઘેડાની આ બીજી પ્રજાતિને આ દરજ્જો મળ્યો છે. ગુજરાતની આ પ્રથમ ગધેડાની પ્રજાતિ છે. 

ગત 200 વર્ષથી સૌરાષ્ટ્રમાં છે ગધેડા 
ગુજરાતના આણંદ સ્થિત આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના ડીન ડો. રંકે જણાવ્યું કે, ઘોડાની સરખામણીમાં હલારી ગધેડા કદમાં નાના હોય છે, પરંતુ અન્ય ગધેડાની સરખામણીમાં મોટા હોય છે. જોવામાં તે ઘોડા જેવા જ લાગે છે. ગઘેડાની આ પ્રજાતિ 200 વર્ષથી હલારા વિસ્તારમાં રહે છે. તેઓને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળવાથી આ પ્રજાતિ અને તેના જિન્સના સંવર્ધન માટે રસ્તો ખૂલી ગયો છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પહેલા હાલાર વિસ્તાર કહેવામાં આવતો હતો. અહીના 18,176 વર્ગ કિલોમીટર વિસ્તારમાં લગભગ 1112 ગધેડા છે. વિદેશોમાં આ વિસ્તારના ગધેડીના દૂધની ભારે ડિમાન્ડ છે. જેનો ઉપપયોગ સાબુ બનાવવા, સ્કીન જેલ તથા ફેસ વોશ બનાવવામાં થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news