અમદાવાદ : વેલેન્ટાઇન ડે પર પતિ એ પત્ની ને આપી એક અનોખી ભેંટ પતિ વિનોદભાઈ  પટેલએ પોતાની પત્ની માટે લીધો લાઈવ કિડની દાન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2017 માં પગમાં સોજો અને શ્વાસની તકલીફની ફરિયાદ સાથે, 43 વર્ષીય ગૃહિણી રીટાબેન પટેલને ડોકટરનો સંપર્ક કરી તપાસ કરવી તો જાણવા મળ્યુ કે રીટાબેનની કિડ નિષ્ફળ થઇ રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ પ્રમુખ છે કે મજાક? ભાવનગર બાદ આજે જામનગરમાં પણ સ્ટેજ પર સી.આર પાટીલનો ફજેતો, પુનમ માડમે કરવું પડ્યું ડેમેજ કંટ્રોલ


૩ વર્ષ સુધી મેડિકેશન અને દવાઓથી સારવાર આપવામાં આવી પરંતુ તેમની શારીરિક  મુશ્કેલીઓ સાથે એમની કિડની નિષ્ફળતાના તબક્કે આવી રહી હતી. ત્યારે તેના પરિવારને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત માટે સલાહ આપવામાં આવી. ત્યારે રીટાબેનના પતિ વિનોદભાઇ કિડની દાતા તરીકે આગળ આવ્યા. અને સાચા અર્થ માં પતિ ધર્મ નિભાવી વેલેન્ટાઈન ડે ના દિવસે નવું જીવતદાન ભેટ આપી રહ્યા છે વાત કરીએ તો  વિશ્વભરમાં અમેરિકા પછી, ભારત બીજો દેશ છે જે લાઇવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે. 


જંગે ચડ્યા પહેલા જ ભાજપ અડધી જંગ જીતી ગઇ, 27 સીટો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા


આ ઘટના આજની પેઢી માટે એક સબક સમાન છે કે, પ્રેમ એટલે માત્ર સાથે ભરવું અને સાખે ખાવું પીવું તેવો નથી. સાચો પ્રેમ એ છે કે જ્યારે પોતાના પાર્ટનરને જરૂર પડે ત્યારે તેની મદદ કરવી. પછી તે કિડનીની જરૂર જ કેમ ન હોય. એટલે પ્રેમ માત્ર લગ્ન પહેલા જ થાય તે જરૂરી નથી. લગ્ન બાદ પણ પ્રેમ થઇ શકે છે. પોતાના પાર્ટનરને તકલીફ પડે ત્યારે સૌથી પહેલા ઉભુ રહેવું તે સાચી ફરજ અને પ્રેમ છે. આ જ વેલેન્ટાઇન ડેની સાચી ઉજવણી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube