જંગે ચડ્યા પહેલા જ ભાજપ અડધી જંગ જીતી ગઇ, 27 સીટો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપના 27 ઉમેદવારો બિનહરીફ થયા હતા. જિલ્લા પંચાયત માં 2  બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો બિન હરીફ રહી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઇ હતી. થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠકો, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની 2 બેઠકો, ઉમરાળા તાલુકા પંચાયતની 2 બેઠકો,  દસક્રોઈ તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતમાં 1, ચૌર્યાસી તાલુકા પંચાયતમાં 1, જૂનાગઢ, લીંબડી, વઢવાણ તાલુકા પંચાયતની 1-1-1 બેઠક બિનહરીફ થયા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકા ની 5 બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપ પ્રમુખ સી આર પાટીલએ તમામ બિનહરીફ ઉમેદવારોને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. 

Updated By: Feb 13, 2021, 08:12 PM IST
જંગે ચડ્યા પહેલા જ ભાજપ અડધી જંગ જીતી ગઇ, 27 સીટો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા
ફાઇલ તસ્વીર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપના 27 ઉમેદવારો બિનહરીફ થયા હતા. જિલ્લા પંચાયત માં 2  બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો બિન હરીફ રહી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઇ હતી. થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠકો, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની 2 બેઠકો, ઉમરાળા તાલુકા પંચાયતની 2 બેઠકો,  દસક્રોઈ તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતમાં 1, ચૌર્યાસી તાલુકા પંચાયતમાં 1, જૂનાગઢ, લીંબડી, વઢવાણ તાલુકા પંચાયતની 1-1-1 બેઠક બિનહરીફ થયા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકા ની 5 બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપ પ્રમુખ સી આર પાટીલએ તમામ બિનહરીફ ઉમેદવારોને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. 

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 279 કેસ, એકપણ દર્દીનું મૃત્યું નહી

ભુજ તાલુકા પંચાયત ની સારાડા સીટના ઉમેદવાર અબદુલભાઇ બુઢા. જતની બિન હરીફ વરણી થતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ ભીમજીભાઇ જોધાણી તાલુકા પ્રમુખ સયા ભાઈ જત ઉમેશ આચાર્ય આમદ ભાઈ જત અલુ કાદુ હાજર રહ્યા અને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ભાવનગરનાં આત્મારામ પરમાર ઉમરાળા સીટ પરથી બિનહરીફ જાહેર થયા હતા. જેમાં રંધોલા બેઠક પર ભાજપના સુરેશભાઇ નાથુભાઇ કુવાડીયા અને કુંવાળીયા તેમજ લંગાળા બેઠક પરથી ભાજપના ગુણવંતીબેન મગનભાઇ મિસ્ત્રી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ઉમરાળા તાલુકાની બેઠકો બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.