ઝી બ્યુરો/ મહેસાણા: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 2022ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે મહેસાણા જિલ્લામાં શક્તિ પ્રદર્શન કર્યું છે. જ્યાં અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 2022ના વર્લ્ડકપની મેચ જીતવા હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. તેમણે 2022માં જે વર્લ્ડકપ રમાવાનો છે તે આપણે જીતવાનો છે તેમ કહી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતમાં ક્ષત્રિય ઠાકોરસેનાનો મહત્વની ભૂમિકા હશે તેવો ઉલ્લેખ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું આજે બાબા સાહેબ આંબેડકરની વિચાર ધારા લઈને નીકળ્યો છું. હવે આવનારા સમયમાં રમનારી 2022ના વર્લ્ડકપની મેચ જીતવા માટે અત્યારથી હું પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. આગામી સમયમાં હું પાવાગઢ , ખોડલધામના આગામી દર્શન કરવા પણ જઈશ. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં GMDC ભર્યું હતું, એનાથી અનેક ગણું વ્યક્તિ ભેગું કરવા આમંત્રણ આપવાનો છું. તમને ગાંધીનગર ખાલી નહિ બોલાવું, શિક્ષણનું ધામ બનાવવા માટેના ખાતમુહૂર્ત કરવા બોલાવીશ.


ખેતી તો બધાં ખેડૂતો કરે, પણ ચાણસ્માના આ પાટીદાર ખેડૂતની જેમ કરશો તો માલામાલ થઈ જશો! 


નોંધનીય છે કે હવે ઉત્તર ગુજરાતમાં ઠાકોરની રાજનીતિની કરીએ. ભારતીય જનતા પાર્ટીનું 2022ની વિધાનસભાની ચૂંટણીનું લક્ષ્ય છે. આ ચૂંટણીમાં ભાજપ ઇતિહાસનું પૂનરાવર્તન ન થાય એટલા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. કુલ 32 વિધાનસભા ધરાવતા ઉત્તર ગુજરાતમાં 18 જેટલી બેઠકો પર કોંગ્રેસનું રાજ છે. આ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા માટે ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરને જવાબદારી મળી છે. અલ્પેશ ઠાકોરે જેના ભાગરૂપે શક્તિપ્રદર્શન કરીને ઠાકોર સમાજમાં પોતાનું વર્ચસ્વ દેખાડવાનો પ્રયાસ તો કર્યો પરંતુ સવાલ એ છે કે શું આ પડકારને અલ્પેશ ઠાકોર પાર કરી શકશે..?



તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે રવિવારે 26 ડિસેમ્બરના રોજ મહેસાણા ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અલ્પેશ ઠાકોરની આ રેલી મરતોલીથી બહુચરાજી પગપાળા યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગનાં આગેવાનો કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા. ત્રણ કિમી લાંબી પદયાત્રાને કારણે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube