ખેતી તો બધાં ખેડૂતો કરે, પણ ચાણસ્માના આ ખેડૂતની વાત જ કંઈક અલગ છે, ખુદ પૂર્વ CM એ સન્માન કર્યું

ચાણસ્માના મડલોપ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે.

ખેતી તો બધાં ખેડૂતો કરે, પણ ચાણસ્માના આ ખેડૂતની વાત જ કંઈક અલગ છે, ખુદ પૂર્વ CM એ સન્માન કર્યું

પ્રેમલ ત્રિવેદી/ પાટણ:  ચાણસ્મામાં આમળાની ઓર્ગેનિક ખેતી કરી આવક બમણી કરવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. મડલોપ ગામના નટવરભાઈ પટેલ નામના ખેડૂત 21 વર્ષથી આમળાની ખેતી કરે છે. ખેતી વાડી વિભાગના માર્ગદર્શન હેઠળ આમળાની 7 કલમ કરી ખેતી કરે છે. જેમાં 2 વીઘા જમીનમાં 110 છોડનું વાવેતર કરી 200 મણ આમળાનું ઉત્પાદન કરે છે. જેમાં ગાયનું ચાણ, ગૌમૂત્રનો ઉપયોગ કરી દવા બનાવવામાં આવે છે. જેનાથી ઉત્પાદન બમણુ અને જમીન પણ ફળદ્રપ રહે છે. એટલું જ નહીં પણ આમળા વેચવા માટે ખેડૂતોએ બજારમાં જવું પડતું નથી. વેપારીઓ ખેતરમાં જ આવીને આમળાની ખરીદી કરે છે. આમળાની ઓર્ગેનિક ખેતીમાં ઓછા ખર્ચે ખેડૂતો બમણી આવક મેળવી રહ્યા છે. જેથી અન્ય ખેડૂતો પણ આમળાની ખેતી તરફ વળ્યા છે.

ચાણસ્માના મડલોપ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. તો સારા પ્રકારની ખેતી અને તેમાં ઓર્ગંનિક પ્રકારથી જતન કરી આમળાનું ઉત્પાદન કરવામાં આવતા પૂર્વ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

No description available.

શિયાળાની ઠંડીમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો કસરત અને યોગ સહિત વિવિધ વસાણાંનું સેવન કરતાં હોય છે. પરંતુ આ બધામાં આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને ઉત્તમ માનવામાં આવે છે. વિટામિન- C થી ભરપૂર આમળાં સેવન કરનારને તો લાભકારક છે જ પરંતુ ઓર્ગેનિક રીતે ખેતી કરનાર માટે પણ ઉજ્જવળ ભવિષ્ય સમાન બન્યાં છે. પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ છેલ્લા 21વર્ષથી આમળાની ખેતી કરે છે. પહેલા અભ્યાસ વગર આમળાના છોડ લાવી વાવેતર કર્યું હતું. જેમાં રેશા વાળા આમળા આવતા હતા, પરંતુ ત્યારબાદ ખેતી વાડી વિભાગ દ્વારા પૂરતી માહિતી મેળવી એન. એ  7 કલમ કરી પ્રજાતિ બદલી અને તે પ્રકારના 2 વીઘા જમીનમા 110 છોડનું વાવેતર કર્યું, જેના થકી સીઝનમાં 200  મણ આમળાનું ઉત્પાદન કરી રહ્યા છે. 

No description available.

પ્રગતિશીલ ખેડૂત દ્વારા સારા પ્રકારના અને ઓર્ગેનિક પદ્ધતિથી આમળાનું ઉત્પાદન કરવામાં આવતા વેપારીઓમાં પણ એ આમળાની માંગ રહે છે અને તેને કારણે ખેડૂતને તેનું ઉત્પાદન વેચવા બજારમાં જવું પડતું નથી. પણ વેપારીઓ પોતે ખેડૂત સુધી અમાળાનો માલ લેવા પહોંચે છે એ આમળાની વેરાઈટી ઉત્તર પ્રદેશની કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ. 7 જાતના આમળાની ખેતી કરવાનું આયોજન કર્યું હતું. પોતાના ખેતરમાં બાગાયત વિભાગની મદદથી માર્ગદર્શન આધારે આમળાનું વાવેતર કરતાં ખેતી સફળ રહેવા પામી છે, સાથે કૂત્રિમ પ્રકારથી તમામ છોડવાનો  ઉછેર કરવામાં આવ્યો છે. જેમાં ગાયના ગોબર, ગૌમૂત્રનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની દવા બનાવી જમીન ફળદ્રુપ તેમજ આમળાના છોડ પર  આવતા ફળ મોટા અને રસ વાળા બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેને કારણે મંડલોપના અમાળાની ભારે માંગ રહે છે. 

No description available.

આ  પ્રકારે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા આમળાની ખેતી કરતા અન્ય ગામના ખેડૂતો પણ એ પ્રકારની ખેતી જોવા આવી રહ્યા છે અને નટવર ભાઈ 20 વર્ષથી એ પ્રકારની ખેતી કરી રહ્યા છે અને જે પ્રકારે છોડની જાળવણી અને માવજત કરી સારા પ્રકારના અમાળાનું ઉત્પાદન કરે છે અને તેમાંથી સારી આવી કમાણી કરી રહ્યા છે ત્યારે નટવરભાઈ એ જે પ્રકારે વાવેતર કર્યું છે તેને નિહાળી અને તેમના માર્ગદર્શન હેઠળ ખેડૂત તેમના ખેતરમાં આમળાનું વાવેતર કરવાનું આયોજન કરી રહ્યા છે.

No description available.

પાટણ પંથકના વેપારીઓ સીઝન શરુ થતાની સાથે જ મંડલોપ ગામે જઈ નટવર ભાઈ પટેલના ખેતરમાં આમળાની ખરીદી કરવા પહોંચી જાય છે અને સીઝનમાં 200 મણથી વધુના આમળાની ખરીદી કરે છે અને વેપારીઓ છેલ્લા 5થી 6 વર્ષથી ખરીદી કરી રહ્યા છે અને બહાર બજારમાં કિલોના 50 રૂપિયા સુધીમાં વેપારીઓ તેનું વેચાણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news