ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં હાલ ખેડૂત અંગેના કાયદા પર વિવાદ ચાલી રહ્યા છે. મોટા પ્રમાણમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર સરકારની નીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં ભાજપ સરકાર ઘેરાઇ ચુકી છે. ખેડૂતો પ્રત્યે લોકોમાં પહેલાથી એક ચોક્કસ સન્માન છે. તેવામાં ખેડૂતો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સરકાર કોઇ પણ રીતે પીછે હઠવા માટે તૈયાર નથી. તેવી સ્થિતીમાં નાગરિકો પણ મુંઝવણમાં મુકાઇ ચુક્યા છે. આવા સમયે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોત્તમ રૂપાલા ની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની વાતચીતમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ કાયદાથી ખેડૂતોને કોઇ નુકસાન નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાને 'ડોન' સમજવા સાળાને બનેવીએ પતાવી દીધો, બેની ધરપકડ


ખેડૂતો સાથે વાતચીત કરવા અને મુદ્દા ઉકેલવા કેન્દ્ર સરકારનું મન ખુલ્લું છે. જો ખેડૂત સંગઠનો ઇચ્છતા હોય તો ઘણા પરિવર્તનો શક્ય છે પરંતુ જે પ્રકારે તે લોકો કાયદા પાછા ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે અયોગ્ય છે. સરકાર આ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે ત્યારે ખેડૂતો આંદોલનનો અંત લાવે તેવી અપીલ છે. ખેડૂતોને કોન્ટ્રાકટ ફાર્મિંગથી નુકસાન નહીં થાય, ઉપરથી તેમની આવકમાં વધારો ચોક્કસ થશે. સૌરાષ્ટ્રમાં 80 ટકા વિસ્તારોમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ થાય છે અને ખેડૂતોને લાભ જ થઈ રહ્યો છે.


કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


આ કાયદો આવ્યા બાદ ખેડૂતો પોતે ઈચ્છે તે ભાવે કંપનીઓને પોતાનો પાક વેચી શકશે. ખેડૂતોની જમીન જતી રહેવાનો ડર બતાવવામાં આવે છે પણ આ કાયદામાં જમીનની કોઈ જ વાત નથી. MSPની વાત નરેન્દ્ર મોદી જ લાવ્યા અને ખેડૂતોને લાભ થયો. કોંગ્રેસની UPA સરકારે MSPને લટકાવી રાખ્યો હતો. નરેન્દ્ર મોદીની સરકાર જ ખેડૂતોના લાભની વાત કરતી આવી છે અને હાલ પણ કરી રહી છે. ખેડૂતોના ખાતામાં સીધા 95 હજાર કરોડ રૂપિયા જમા કર્યા છે.નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિત ની વાત કરે છે. દેશના મોટાભાગના ખેડૂતોને આ મુદ્દો ખ્યાલ છે. ખેડૂતો માટેના આ કાયદા છે અને ખેડૂતોને તેનાથી લાભ થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube