પોતાને 'ડોન' સમજનાર સાળાને બનેવીએ પતાવી દીધો, બેની ધરપકડ

એટલું જ નહીં પણ પ્રદીપ ઉર્ફે માયાની હત્યા થયાના દિવસે જ તેની પત્ની યુપીથી અમદાવાદ આવી પહોંચી. જેણે આવીને અન્ય કોઈ માહિતીના બદલે પ્રદીપે પહેરેલા દાગીના ગાયબ હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી પોલીસે હત્યાની સાથે લૂંટનો પણ ગુનો દાખલ કર્યો છે.

પોતાને 'ડોન' સમજનાર સાળાને બનેવીએ પતાવી દીધો, બેની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ: ચાણક્યપુરી સહિત વિવિધ વિસ્તારમાં આતંક મચાવનાર અને પોતાને ડોન માનનાર એવા પ્રદીપ ઉર્ફે માયાની શનિવારે સવારે તેના જ બનેવી અને બનેવીના મિત્રોએ મળી કાસળ કાઢી નાખ્યું હતું. જે ઘટનામાં પોલીસે હત્યાનું કારણ શોધીને તાત્કાલિક બે શખ્સોની પણ ધરપકડ કરી લીધી છે. જોકે મુખ્ય આરોપી ગુજરાત છોડી નાસી જતા તેના સહિત અન્ય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જી હા, આમ તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેનું આસપાસની વ્યક્તિને શોક લાગતો હોય છે. પણ શનિવારે સવારે ચાણક્યપુરીમાં પરસોતમનગરના ગેટ 2 પાસે પ્રદીપ નામના શખ્સની થયેલી હત્યામાં કોઈને શોક થયો ન હતો. કેમ કે તે તેના વિસ્તારમાં લુખ્ખા તત્વ તરીકે ઓળખાતો. તેમજ પ્રદીપ વિવિધ ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. જોકે પ્રદીપની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખતા કાયદા પ્રમાણે પોલીસે હત્યારાઓની ધરપકડ કરવી પડી છે. જેમાં પોલીસે રાહુલ શર્મા અને અમાવશ નામના શખ્સની ધરપકડ કરી છે. જોકે મુખ્ય આરોપી એવો  પ્રદીપનો બનેવી અનિષ પાંડે ગુજરાત બહાર ફરાર થઈ જતા તે પોલીસ પકડની દૂર થઈ ચૂક્યો છે. જેના સહિત 6 શખ્સની પોલીસ શોધખોળ કરી રહી છે.

એટલું જ નહીં પણ પ્રદીપ ઉર્ફે માયાની હત્યા થયાના દિવસે જ તેની પત્ની યુપીથી અમદાવાદ આવી પહોંચી. જેણે આવીને અન્ય કોઈ માહિતીના બદલે પ્રદીપે પહેરેલા દાગીના ગાયબ હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી પોલીસે હત્યાની સાથે લૂંટનો પણ ગુનો દાખલ કર્યો છે. જોકે રાત્રે આરોપીઓ સાથે પ્રદીપ બેઠો હતો ત્યારે એક વિડીયો પણ તેના સાગરીતે ઉતાર્યો હતો અને તેમાં જોઈ દાગીના પ્રદીપ ના શરીર પર ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે રાત્રે બબાલ થઈ ત્યારે પ્રદીપ એટલો નશામાં હતો કે તેણે તેના બનેવી ને 10થી વધુ લાફા માર્યા હતા અને હાજર એક યુવતીને પણ લાફા ઝીકી દીધા હતા.

હાલ તો પ્રદીપ ઉર્ફે માયાની હત્યા થતા જેમ સ્થાનિકોને પ્રદીપ ના ત્રાસ થી જાણે રાહત મળી છે  કેમ કે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે માથાંભરે શખ્સ હતો. ત્યારે હત્યાની તપાસ કરી રહેલી પોલીસને એ પણ બાતમી મળી છે કે મુખ્ય આરોપી યુપી અને દિલ્હી તરફ ભાગ્યો હોઈ શકે છે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તો સાથે જ મુખ્ય આરોપી સહિત અન્ય ના પણ ગુનાહિત ઇતિહાસ પણ શોધવાનું શરૂ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news