રઘુવીર મકવાણા, બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી દ્વારા પ્રેસ યોજી દેવ પક્ષ સામે કરેલ આક્ષેપ ને લઈ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ પત્રકાર પરિષદ યોજી પ્રતિક્રિયા આપી હતી. એસપી સ્વામી ના ૨૧ કરોડના ભ્રષ્ટાચાર ને નકારી આચાર્ય પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તા પરિવર્તનની વાત કરેલ હોય જે દેવ પક્ષે નકારી હતી અને જણાવેલ કે હું જ ચેરમેન છું અને ચેરમેન પદેથી કોઈને હટાવવાની સત્તા માત્ર ડિસ્ટ્રિક કોર્ટને છે ટ્રસ્ટીઓને નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઢડા ગોપીનાથજી મંદીર ખાતે આજે આચાર્ય પક્ષના એસપી સ્વામી દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી જેમા ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા કરવામાં આવેલ દાદાગીરી સાથેનો વિડિયો વાઈરલ કર્યો હતો તેમજ દેવ પક્ષ દ્વારા સત્તામાં આવી રૂપિયા ૨૧ કરોડ નો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યા હતો. જે બાબતે દેવ પક્ષના અને ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમા ૨૧ કરોડના આક્ષેપને નકારી કાઢવામાં આવ્યા હતો તેમજ મંદિર દ્વારા આવા પ્રકારની કોઈ રકમની આવક થયેલ નથી અને જે આવક થયેલ છે તે તેમજ મંદિરના ભંડોળ માથી વિકાસના કામો કરવામાં આવેલ છે. 

સત્તાની સાઠમારી: ભગવાનની જગ્યા બની અખાડો, Dy.SPએ ગઢડા મંદિરના ચેરમેનને લાફો ઝીંક્યો


તેમજ આ બાબતે જે કોઈ વ્યક્તિ ને ખર્ચ ની માહિતી જોઈતી હોય તો ચેરિટી કમિશનર માથી મેળવી શકે છે વધુમાં હરજીવન સ્વામી દ્વારા ૬ ડિસેમ્બરે આચાર્ય પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે ચેરમેનની ઓફિસમાં ઘૂસી જઈ રમેશ ભગતને ચેરમેન બનાવવામાં આવેલ અને સત્તા પરિવર્તન થયું તેવી જાહેરાત કરવામા આવેલ જે જાહેરાત અયોગ્ય છે. ચેરમેન પદ રદ કરવાની સત્તા માત્ર ડિસ્ટ્રિક કોર્ટને હોય ટ્રસ્ટીઓ કયારેય પણ ચેરમેન પદ રદ કરી શકતા નથી. 


આચાર્ય પક્ષ દ્વારા માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે છટકું કરવામાં આવેલ તેમજ એસપી સ્વામી દ્વારા વાઈરલ વિડિયો મામલે હરજીવન સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે વિડિયો સંપૂર્ણ ખોટો છે. ડીવાયએસપી દ્વારા વારંવાર ઓફિસમાં ઘુસી ગયેલા આ લોકોને બહાર જવા માટે વિનંતી કરવા છતાં ખુરશી તેમજ ઓફિસ ખાલી ન કરતા ગંભીર પ્રકારનો માહોલ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ વડતાલ તાબામાં માત્ર ને માત્ર આચાર્ય તરીકે  રાકેશપ્રસાદ હોય અને પૂર્વ આચાર્યને કોર્ટે પદ ભ્રષ્ટ કરેલ હોય જેથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ બંને અમે જ છીએ એસ પી સ્વામી માત્ર એક કોમન મેન છે તેમ જણાવ્યુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube