હેમલ ભટ્ટ/ ગીર સોમનાથ: જિલ્લાના આદર્શ ગામ બાદલપરા ની સીએમ વિજય રૂપાણી એ મુલાકાત લીધી બાદલ પરા મ્યુઝીયમ બાળ ક્રીડાગણ સહિત ના વિકાસ કાર્યો ને સીએમ એ લોકાર્પણ કર્યું. વેરાવળ તાલુકાનું બાદલપરા ગામ રાજ્યભરના ગામડાઓ માટે આદર્શ ગામ બન્યું છે. ત્યારે આ ગામ ની મુલાકાત આજે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીએ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતપ્રાય બનેલી V.S Hospital ને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે


બાદલપરા ગામ તાલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડનું ગામ છે. આ ગામમાં આજે ભગવાન બારડ તેમજ સમસ્ત ગામ દ્વારા ભવય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ ઉપરાંત જામનગર સાંસદ પૂનમ માડમ, વિક્રમ માડમ, જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા સહિતના ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. 


મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજું, લોકોની સગવડને મળશે પ્રાધાન્ય


આ તમામ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. બાદલપરા ગામમાં બનેલા બાળ ક્રીડાંગન મ્યુઝીયમ સહિતના 7 જેટલા વિકાસ કામોનું આજે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. સીએમએ બાદલપરા ગામની મુલાકાત લીધા પછી જાહેરાત કરી કે રાજ્યના ગામોના સરપંચોને આવા ગામોમાં લઇ જવાશે. જેથી તેઓને પ્રેરણા મળે અને ગુજરાતનું દરેક ગામ સુંદર બને.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube