મૃતપ્રાય બનેલી V.S Hospital ને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વીએસ હોસ્પીટલનું ડ્રાફ્ટ બજેટ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જ્યારે હાલ મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે.
મૃતપ્રાય બનેલી V.S Hospital ને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વીએસ હોસ્પીટલનું ડ્રાફ્ટ બજેટ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જ્યારે હાલ મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે.

મેડિકલ સુપ્રિટેન્ડન્ટે 500 પથારી ધરાવતી વીએસ હોસ્પીટલનું વર્ષ 2020-21 માટે રૂ.200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર પાસેથી રૂ.2 કરોડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ.195 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. આ બજેટમાં વર્ષ 1931માં શરૂ કરવામાં આવેલી વી.એસ.હોસ્પિટલનું હેરિટેજ બિલ્ડિંગ ઘણું જુનું છે.

જેમાં વોર્ડ નંબર 1થી 6 કાર્યરત છે. જેથી આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. આ સમગ્ર બિલ્ડિંગના રિનોવેશન પાછળ રૂ.7 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વી.એસ.હોસ્પિટલની હાલમાં રૂ. 3 કરોડ 33 લાખની આવક છે. જેની સામે સામાન્ય ખર્ચ રૂ.193 કરોડ અને અસામાન્ય ખર્ચ રૂ.7 કરોડ જેટલો થાય છે. જેથી કોર્પોરેશન પાસેથી રૂ.195 કરોડ અને રાજ્ય સરકાર પાસેથી રૂ. 20 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news