કોરોનાને કારણે આઈસ્ક્રીમ વેચાણની મહત્વની સીઝન ગઈ પાણીમાં, કોઈ ખરીદવા તૈયાર નથી
કોરોનાને કારણે આઈસ્ક્રીમના વેચાણ પર માઠી અસર થઈ રહી છે. નવેમ્બર માસમાં કોરોનાના આગમન બાદ આઇસક્રીમ (ice cream) નું વેચાણ ઘટવા લાગ્યું છે. કોરોનાના લક્ષણમાં ગળું ખરાબ થવું એક લક્ષણ હોવાથી લોકો આઇસક્રીમથી દૂર ભાગી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળું ખરાબ થવું કે શરદી ખાંસી થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. આઈસ્ક્રીમ ખાવાથી કોરો (Coronavirus) ન થતો હોવાનું તારણ બહાર આવ્યું છતાં લોકો આઈસ્ક્રીમથી ખાવાથી દૂર ભાગી રહ્યાં છે. આઇસ્ક્રીમના વેચાણ માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના મહત્વના હોય છે. આ મહિનાઓમાં આઈસ્ક્રીમનુ સૌથી વધુ વેચાણ થતુ હોય છે. પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે આ સીઝનમા આઈસ્ક્રીમના વેચાણમાં 85 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. માત્ર અમદાવાદમાં એક મહિનામાં 5 કરોડ કરતાં વધારેના આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું. પરંતુ લોકડાઉનના કારણે દૂધ સિવાયના 500 થી વધુ આઈસ્ક્રીમ પાર્લર બંધ છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે આઇસક્રીમ ઉત્પાદકોને કરોડોનું નુકસાન થયું છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોનાને કારણે આઈસ્ક્રીમના વેચાણ પર માઠી અસર થઈ રહી છે. નવેમ્બર માસમાં કોરોનાના આગમન બાદ આઇસક્રીમ (ice cream) નું વેચાણ ઘટવા લાગ્યું છે. કોરોનાના લક્ષણમાં ગળું ખરાબ થવું એક લક્ષણ હોવાથી લોકો આઇસક્રીમથી દૂર ભાગી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળું ખરાબ થવું કે શરદી ખાંસી થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. આઈસ્ક્રીમ ખાવાથી કોરો (Coronavirus) ન થતો હોવાનું તારણ બહાર આવ્યું છતાં લોકો આઈસ્ક્રીમથી ખાવાથી દૂર ભાગી રહ્યાં છે. આઇસ્ક્રીમના વેચાણ માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના મહત્વના હોય છે. આ મહિનાઓમાં આઈસ્ક્રીમનુ સૌથી વધુ વેચાણ થતુ હોય છે. પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે આ સીઝનમા આઈસ્ક્રીમના વેચાણમાં 85 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. માત્ર અમદાવાદમાં એક મહિનામાં 5 કરોડ કરતાં વધારેના આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું. પરંતુ લોકડાઉનના કારણે દૂધ સિવાયના 500 થી વધુ આઈસ્ક્રીમ પાર્લર બંધ છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે આઇસક્રીમ ઉત્પાદકોને કરોડોનું નુકસાન થયું છે.
રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા
ઉનાળાની શરૂઆતના ત્રણ મહિના પહેલાં જ કંપનીઓ આઈસ્ક્રીમના ઉત્પાદનમાં વધારો શરૂ કરી દે છે. કોરોનાના કારણે ગરમીની સીઝનને મોટાભાગનો સમય પસાર થઈ ગયો છે. રાજ્ય સરકારે 17 તારીખથી આઈસ્ક્રીમ પાર્લર ખોલવાની છૂટ આપી છે. જોકે આઈસ્ક્રીમ વિક્રેતા હજુ પાર્લર શરૂ કરવા કે કેમ તેને લઇને મૂંઝવણમાં છે. કારણ કે, જો પાર્લર શરૂ કરી દેવામાં આવે તો કોરોનાના ડરથી કોઈ આઈસ્ક્રીમ ખરીદવા ન આવે. આવામાં એક દિવસના નિભાવ ખર્ચ જેટલો પણ આઈસ્ક્રીમ ન વેચવાનો વિક્રેતાઓને ડર છે.
દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વિની કુમાર
આ અંગે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કોર્પોરેશન (Amul) ના એમડી આર એસ સોઢીનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ આઈસ્ક્રીમના વેચાણ અંગે નિવેદન આપતા કહ્યું, ભારતનું આઈસ્ક્રીમ માર્કેટ 5 હજાર કરોડનું છે, જે પૈકી 1 હજાર કરોડનો આઈસ્ક્રીમ માત્ર ગુજરાતમાં વેચાય છે. જે પૈકી 60 ટકા વેચાણ ઉનાળાના ચાર મહિના એટલે કે, માર્ચથી જુન સુંધીનુ હોય છે. ચાર મહિનામાં ગુજરાતમાં અંદાજે 600 કરોડનું વેચાણ થાય છે. 50 દિવસના લોકડાઉનમાં આઈસ્ક્રીમ ઉદ્યોગની હાલત ખરાબ થઇ ગઈ છે. WHO અને યુનિસેફે સ્પષ્ટ કર્યું કે, આઈસ્ક્રીમ ખાવાથી કોરોના થતો નથી કે ફેલાતો નથી. જેના પગલે રાજ્ય સરકારને રજૂઆત કરી અને રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. લોકોની ડિમાન્ડ ધીમે ધીમે બહાર આવી છે, પણ લોકડાઉનના કારણે તે શક્ય બનતું નથી.
ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે
રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં કમિશ્નર દ્વારા આજે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર લખીને સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું નથી. માટે ઠંડા પીણા, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય સામગ્રીને છુટછાટ આપવામાં આવે. આ ઉપરાંત આ વસ્તુઓનાં ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણવગર અટકાવવામાં ન આવે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર