ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!
IDar MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
Sabarkantha News : સાબરકાંઠામાં ઈડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા ફરી વિવાદમાં આવ્યા છે. રમણલાલ વોરાનો નવો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રમણલાલ વોરા અને અનુસૂચિત જાતિના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર વચ્ચે રથયાત્રાની મેદની વચ્ચે ચકમક ઝરી હતી. એટલું જ નહિ, રમણલાલ વોરાએ આ વિવાદમાં ગાળો ભાંડી હતી. રથયાત્રાના દિવસે બનેલો આ પ્રસંગે હાલ સાબરકાંઠાના રાજકારણમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
ઈડરમાં સૌથી મોટી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો ઇડરના આ વખતે 26 મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. ઈડરના રામ દ્વારા મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરેથી રથનું ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત આગેવાનો રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને ભગવાન નગરચર્યા કરવા નીકળ્યા હતા. પરંતું આ વચ્ચે એક રાજકીય ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રથયાત્રાના દરમિયાન તેમની અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વચ્ચેની રાજકીય તલખી ટોચ ઉપર આવી ગઈ હતી અને બંને વચ્ચે જાહેરમાં થયેલ ગાળાગાળી સૌ કોઈના નજરમાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટ
આ પહેલીવાર નથી કે રમણલાલ વોરા વિવાદમાં આવ્યા હોય. આ પહેલા પણ રમણલાલ વોરાના વિવાદ જગવિખ્યાત બન્યા છે. ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા તેમના બેબાક અંદાજ અને આખાબોલા સ્વભાવને કારણે અવારનવાર વિવાદમાં સપડાયા કરે છે.
રમણલાલ વોરાએ મહિલાને ગાળો ભાંડી
થોડા સમય પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં ઘર ઘર સંપર્ક બેઠક યોજાઈ હતી. આબેઠક દરમિયાન ઉમેદવાર બદલવા જિલ્લા પંચાયતના સદસ્યો સૂત્રોચ્ચાંર સાથે રજુઆત કરાઈ હતી. ત્યારે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અપશબ્દો બોલ્યા હતા. કચ્છી સમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને અપશબ્દો કહ્યા હતા. રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અશ્લીલ ગાળો બોલવાના આક્ષેપને લઈને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા
સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હોબાળો થયો હતો. જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ઝપાઝપી થઈ હતી. વડાલીમાં કોંગ્રેસ આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો, પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયનો વિરોધ કર્યો હતો.
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો