11 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાનની જોરદાર આગાહી, જુઓ તમારા વિસ્તારમાં શું સ્થિતિ રહેશે

Gujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

11 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાનની જોરદાર આગાહી, જુઓ તમારા વિસ્તારમાં શું સ્થિતિ રહેશે

Gujarat Weather Forecast : યુપી, બિહાર, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. આસામમાં અત્યાર સુધીમાં 78 લોકોનાં મોત થયા છે. તો ભારે વરસાદને કારણે 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ, ભારે વરસાદથી માયા નગરી મુંબઈના હાલ બેહાલ થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું- જરૂર પડી તો આર્મી, નેવી અને વાયુસેનાની મદદ લેવાશે. અનેક ટ્રેનો રદ કરાઈ છે, તો લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ત્યારે આવામાં ગુજરાત સાવ કોરુધાકોર છે. દક્ષિણ ગુજરાતને છોડીને ક્યાંય વરસાદ નથી આવી રહ્યો. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ છે. ત્યારે આવામાં ગુજરાતીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે આજે પણ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કુલ 11 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી 
આજે 11 જિલ્લામાં ભારે વરસાદની હવામાનની આગાહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. તો તાપી, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નવસારીમાં વરસાદ આવશે. સોમવારે ગુજરાતના 58 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે... ત્યારે કચ્છના ભુજ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.... 

સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.

વરસાદી ટ્રફ લાઈન ગુજરાતના માથા પર 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખે વાતાવરણમાં હવાનું હળવા દબાણ ઉભુ થઈ રહ્યું છે. જેના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. 

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news