કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોની અવગણના જ કરી છે, PM મોદીએ અમારો ઉદ્ધાર કર્યો: સોનોવાલ
કેવડીયા કોલોની ખાતે છઠ્ઠો ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પૂર્વરેલવે મંત્રી અને સાંસદ સુરેશપ્રભુ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકરે કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માલદીવના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિદ પણ હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્સ સિટી 2માં છઠ્ઠી ઇન્ડિયા આઇડિયાઝ નામની કોન્કલેવની શરૂઆત થઇ છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ કોન્કલેવ નામની સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા: કેવડીયા કોલોની ખાતે છઠ્ઠો ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પૂર્વરેલવે મંત્રી અને સાંસદ સુરેશપ્રભુ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને વિદેશમંત્રી એસ.જયશંકરે કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે માલદીવના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિદ પણ હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્સ સિટી 2માં છઠ્ઠી ઇન્ડિયા આઇડિયાઝ નામની કોન્કલેવની શરૂઆત થઇ છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ કોન્કલેવ નામની સંસ્થા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
વટ પડે તેવા લગ્ન નહોતા કરવા, તેથી આ સુરતી કપલે રૂપિયા બચાવીને કર્યું એવુ કામ કે....
65 ખ્યાતીપ્રાપ્ત વક્તાઓ અને ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાનાં છે. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સતત છ્ઠ્ઠી વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, પૂર્વ રેલવે મંત્રી અને સાંસદ સુરેશ પ્રભુ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલનાં પુત્ર શોર્ય ડોવાલ, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, માલદીવનાં પૂર્વ રાષ્ટ્રપતિ હાલનાં સ્પીકર મોહમ્મદ નાશિદ પણ હાજર રહેવાનાં છે. વિદેશ મંત્રી અને આસામનાં મુખ્યમંત્રીનાં ઉદ્ધબોધનથી કાર્યક્રમની શરૂઆત થશે.
બજેટથી નિરાશ થયેલા સુરતના રત્ન કલાકારોએ કરી હડતાળની જાહેરાત
પોતાનાં ટ્વીટ્સનાં કારણે સતત ચર્ચામાં રહેતા આનંદ મહિન્દ્રા પણ આ પ્રસંગે હાજર રહેશે. આ વખતના કોન્ક્લેવની થીમ ન્યૂ ઇન્ડિયા ટુનિંગ ટુ રૂટ્સ, રિચિંગ ટુ હાઇટ્સ રાખવામાં આવ્યો છે. જેમાં અનેક નિષ્ણાંતો દ્વારા પોતાના મંતવ્યો રજુ કરવામાં આવશે. યુવાનોને પણ અહીં સાંભળવામાં આવશે.દેશમાં હાલ કેવા પ્રકારનાં આઇડિયાઝ ચાલી રહ્યા છે. સ્ટાર્ટઅપ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
એસટી નિગમ અને પોલીસની આબરૂ થઈ નિલામ, ડીસાના બસસ્ટેન્ડ પાસે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ
અસમના મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા વડાપ્રધાન છે જેમણે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો સામે જોયું. નોર્થ ઇસ્ટ સોનું ઉત્પન્ન કરી શકે તેવા રાજ્યો છે. કોંગ્રેસ દ્વારા સતત આ રાજ્યોની અવગણના જ કરવામાં આવી છે. પરંતુ વડાપ્રધાન મોદીએ નોર્થ ઈસ્ટમાં પેટ્રોલિયમ સેકટરમાં 47 હજાર કરોડ કેન્દ્ર સરકારે આપ્યા છે. નોર્થ ઇસ્ટમાં સરકારનાં પ્રયાસોનાં કારણે હાલ પ્રવાસનમાં પણ વધારો થયો છે. સર્વાનંદ સોનોવાલને કાર્યક્રમનું આયોજન કરનારી સંસ્થા દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube