એસટી નિગમ અને પોલીસની આબરૂ થઈ નિલામ, ડીસાના બસસ્ટેન્ડ પાસે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

હવે દીકરી, બહેન, માતા ગુજરાતમાં સલામત નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સતત દુષ્કર્મ, છેડતીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ફરીથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ડીસાના બસ સ્ટેન્ડમાં ફરજ પરના હોમગાર્ડ જવાન અને અન્ય બે શખ્સો દ્વારા અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરાયો છે. મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મના આક્ષેપ મૂક્યા છે. ત્યારે ડીસા પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, મુસાફરોની સલામતીના બણગાં ફૂંકતા એસ.ટી.નિગમ અને પોલીસ બંન્નેની આબરૂ આ ઘટના બાદ નિલામ થઈ છે. 

Updated By: Feb 28, 2020, 02:09 PM IST
એસટી નિગમ અને પોલીસની આબરૂ થઈ નિલામ, ડીસાના બસસ્ટેન્ડ પાસે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :હવે દીકરી, બહેન, માતા ગુજરાતમાં સલામત નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સતત દુષ્કર્મ, છેડતીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ફરીથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ડીસાના બસ સ્ટેન્ડમાં ફરજ પરના હોમગાર્ડ જવાન અને અન્ય બે શખ્સો દ્વારા અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરાયો છે. મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મના આક્ષેપ મૂક્યા છે. ત્યારે ડીસા પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, મુસાફરોની સલામતીના બણગાં ફૂંકતા એસ.ટી.નિગમ અને પોલીસ બંન્નેની આબરૂ આ ઘટના બાદ નિલામ થઈ છે. 

આંતરિક ખેંચતાણ વચ્ચે અટક્યું ભાજપના પ્રદેશ સંગઠનમાં નિમણૂંકનું કોકડું 

બન્યું એમ હતું કે, અમદાવાદની એક મહિલા તેના મિત્ર સાથે ધૂણસોલ જઈ રહી હતી. મહિલા રાત્રે ડીસાના બસ સ્ટેન્ડ પર હતી, ત્યારે હોમગાર્ડ સહિતા બે શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા. ત્રણેય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ મહિલાએ અને તેના મિત્રએ પોલીસને જાણ કરી હતી.

ઘટના બાદ મહિલાને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. મહિલાની સાથે આવેલા યુવકે આક્ષેપ કર્યો હતો કે, એક હોમગાર્ડ અને ચાની કેન્ટીનવાળા શખ્સે સાથે મળીને તેની મહિલા મિત્ર પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પોલીસે પણ મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સાથે જ સ્થાનિક લોકોએ પણ મહિલાને સહાનુભૂતિ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, ડીસામાં અગાઉ પણ મહિલા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ડીસાનો નિર્જન વિસ્તારે મહિલાઓ માટે અસલામત બન્યો છે. જોકે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક