અમદાવાદ : કોરોના વાયરસને કારણે હાલમાં સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને લોકડાઉન અંગે કેટલીક મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનનાં સમયે સ્થાનિક લોકોએ પોલીસને સહકાર આપવો જોઇએ. મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ નથી થયો ત્યાં ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના જેલમાં ન ફેલાય તે માટે કેદીઓને પેરોલ-જામીન પર છોડી દેવાશે
જાહેરનામાનો ભંગ કરનારા 680 ગુના જ્યારે ક્વોરોન્ટાઇનનાં ભંગ કરનારનાં 418 ગુના દાખલ થયા છે. જો કે પોલીસ વડા દ્વારા પોલીસને આદેશ અપાયો કે નાગરિકો સાથે શક્ય હોય ત્યાં સુધી અયોગ્ય વર્તન ન કરવું જોઇએ. શહેરમાં ડ્રોન અને સીસીટીવીના આધારે 14 ગુના દાખલ થયા છે. ઉપરાંત DGP એ અપીલ કરી કે, હોમ ક્વોરોન્ટાઇન કરાયેલ વ્યક્તિ જો ઘરની બહાર નિકળે તો પાડોશી 100 નંબરનો સંપર્ક કરે. 


Corona LIVE: ગુજરાતમાં કોરોના હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનો શરૂ થયો, સરકાર ચિંતિત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સૌથી વધારે અમદાવાદમાં કેસ નોંધાયેલા છે. લોકડાઉન હોવા છતા લોકો સોસાયટીમાં ક્રિકેટ રમી રહ્યા છે. ઘાટલોડિયા પોલીસ દ્વારા રન્નાપાર્ક સોસાયટીમાં ક્રિકેટ રમી રહેલા 7 લોકોની ગુનો દાખલ કર્યો છે. અમદાવાદનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનાં 40 ગુના દાખલ થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube