કોરોના જેલમાં ન ફેલાય તે માટે કેદીઓને પેરોલ-જામીન પર છોડી દેવાશે

રાજ્યમાં કોરોનાના 61 કેસ સામે આવી ચુક્યા છે. પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. જેની ગંભીરતાથી નોંધ લેતા ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓને કેટલીક છુટછાટ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોરોના જેલમાં ન ફેલાય તે માટે કેદીઓને પેરોલ-જામીન પર છોડી દેવાશે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના 61 કેસ સામે આવી ચુક્યા છે. પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. જેની ગંભીરતાથી નોંધ લેતા ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓને કેટલીક છુટછાટ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત સાત વર્ષથી ઓછી સજા મળી હોય તેવા કેદીઓને 2 મહિનાનો પેરોલ આપવામાં આવશે. આ માટેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. 1500 કેદીઓને જેલમાંથી કામચલાઉ પેરોલ પર મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત 1200 જેટલા કાચા કામના કેદીઓને જામીન આપીને છોડી દેવામાં આવશે. જ્યારે 300 જેટલા પાકા કામના કેદીઓને પેરોલ આફવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની વણસતી સ્થિતીને જોઇને સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે મહામારીને અટકાવી શકાય. તે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેને ડામવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જેલના કેદીઓને પણ 2 મહિના માટે પેરોલ અથવા જામીન આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે સરકાર દ્વારા આ તમામ કેદીઓને છોડતા પહેલા તેમનું સંપુર્ણ સ્કેનિંગ કરવામાં આવશે. તેઓને કોરોનાનો કોઇ પણ શંકાસ્પદ લક્ષણ દેખાશે તો જેલમાં તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન ખાતે સારવાર કરવામાં આવશે, ત્યાર બાદ તેને છોડવામાં આવશે. હાલ તો જેલમાં કોઇ પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. પરંતુ જેલ તંત્ર દ્વારા આઇસોલેશન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news